________________
૧૨૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
આસનથી મુગ્ધ થઈને આઠ મહિનાના કઠોર પરિશ્રમ પછી મેં એને સાધવામાં સફળતા મેળવી. એ પછી મારી તકલીફ દૂર થઈ. )
કઈ નવી યંત્રણાની જેમ એ દુઃખદાયક લાગે છે.'
(કહેવાતા ઉપરચોટિયા વ્યાયામપ્રિયોએ એ આસનનાં જોખમો વિશે સાવધાન રહેવાનું છે. એક ડોકટરે મારી સાથેની વાત દરમિયાન કહ્યું કે એથી ઘૂંટણ તૂટી જવાને કે સ્નાયુને ઇજા પહોંચવાનો ભય છે.)
“છતાં પણ દર્દ ઘટતું જશે; અને સફળતા માટે ધાર્યા કરતાં બહુ લાંબો સમય લાગશે. પછી તો એક અવસ્થા એવી આવશે જ્યારે આસનથી કોઈ જાતનું દર્દ જ નહિ થાય.”
હું એને માટે પ્રયાસ કરું તે બરાબર છે ?”
“જરૂર. પદ્માસન–અમે એને એ નામથી ઓળખીએ છીએ—એટલું બધું અગત્યનું છે કે બીજાં આસનો સાધકો ત્યાગ કરે તો પણ એને ત્યાગ કરવાનું યોગ્ય નથી મનાતું. આગળ વધેલા યોગીઓ એ આસનમાં જ ધ્યાન કરવા બેસતા હોય છે. એનું એક કારણ એ છે કે યોગી ગાઢ સમાધિમાં ડૂબી જાય તો પણ એનું શરીર એને લીધે સ્વસ્થ રહે છે. સમાધિની એ દશામાં સિદ્ધ યોગીઓ ઇચ્છા પ્રમાણે પ્રવેશી શકે છે, પરંતુ શરૂઆતના સાધકને એ દશાની પ્રાપ્તિ એકાએક જ થતી હોય છે, પરંતુ પદ્માસન પગને અકબંધ રાખે છે અને શરીર ટટ્ટાર તથા શાંત કરે છે. અસ્વસ્થ અને ઉત્તેજિત શરીર મનને પણ અસ્વસ્થ કરે છે, પરંતુ પદ્માસનમાં તે આત્મસંયમ અને આરામને અનુભવ થાય છે. જેને આપણે ઘ| કીમતી સમજીએ છીએ એ માનસિક એકાગ્રતા એ આસનમાં સહેલાઈથી પ્રાપ્ત થાય છે. વળી એ આસનમાં બેસીને જ અમે પ્રાણાયામની ક્રિયા કરીએ છીએ. એને લીધે શરીરની અંદરની સુષુપ્ત આત્મશકિત જાગી ઊઠે છે. અજ્ઞાત શક્તિ જાગે છે ત્યારે લોહીને શરીરમાં નવેસરથી સંચાર થાય છે