________________
અડિયાર નદીના યોગીને મેળાપ - ૧૨૧ અને જ્ઞાનતંતુઓની ક્રિયા કેટલાંક મહત્ત્વનાં કેન્દ્રોમાં તીવ્ર રીતે થવા માંડે છે.”
આટલા સ્પષ્ટીકરણથી મને સંતોષ થયો, આસનને અમારી વચ્ચેને વાર્તાલાપ મેં બંધ કર્યો. બ્રહ્મ અત્યાર સુધીમાં શરીરને જુદી જુદી રીતે વાળીને, મારી માહિતી માટે શરીર પરના પોતાના પ્રભુત્વને થોડોક પરિચય આપવાના આશયથી, અલગ અલગ પ્રકારનાં કેટલાંય ભયંકર અઘરાં આસન કરી બતાવેલાં. એ બધી અટપટી ક્રિયાઓ કરવાની અને એમના પર પ્રભુત્વ મેળવવાની ધીરજ કયા પશ્ચિમવાસીમાં છે ? અને એવાં આસન કરવાને સમય પણ કેની પાસે છે ?