________________
મૃત્યુને જીતનાર વેગ
-
-
બ્રહ્મ એવી ઈચ્છા પ્રદર્શિત કરી કે હું એમના ઘરની મુલાકાત લઉં તો સારું. એમણે કહ્યું કે એ ખરેખર ઘરમાં નથી રહેતા, પરંતુ પોતાની સ્વતંત્રતા સાચવી રાખવા અને આઝાદ જીવનને આનંદ લેવા બગીચાના પાછળના ભાગમાં એક નાનું સરખું ઝૂંપડું બાંધીને નિવાસ કરે છે. - એ પ્રમાણે, અને થોડીક આતુરતાથી પ્રેરાઈને એક દિવસ બપોર પછી હું એમને ઘેર જઈ પહોંચે. ઘર એકાંત અને વેરાન જગ્યામાં ધૂળવાળી શેરીમાં હતું. જૂનાપુરાણા સફેદી લગાવેલા એ મકાનની બહાર ઘડીભર ઊભા રહીને, આપણું મધ્યકાલીન યુરેપિયન ઘરની યાદ અપાવનારી બહાર બારીવાળા, લાકડાના ઉપલા માળ અથવા મેડાનું મેં નિરીક્ષણ કરવા માંડયું. મારી આગળનું જૂનું મજબૂત બારણું મેં ઉઘાડયું. એને લીધે એરડાઓ તથા રસ્તા પર બધે જ અવાજ ફરી વળ્યું.
મારી આગળ એ જ વખતે વાત્સલ્યભર્યા સ્મિતથી સુશોભિત વદનવાળી એક વૃદ્ધા આવી અને મને વારંવાર વંદન કરવા લાગી. લાંબા અંધારિયા માર્ગથી એ મને આગળ લઈ ગઈ અને આખરે અમે રસોડામાં થઈને પાછળના બગીચામાં આવી પહોંચ્યાં. '
સૌથી પહેલાં મારી નજર એક વિશાળ પીપળાના વૃક્ષ પર અને એની ડાળીઓની સલામત છાયા નીચેના જૂના વખતના કૂવા