________________
મૃત્યુને જીતનાર રોગ
૧૨૩
પર પડી. એ સ્ત્રી મને કૂવાની પેલી તરફની ઝૂંપડી આગળ લઈ ગઈ. એની વધારે પાસે પહોંચવાથી ઝાડની થોડીક છાયા પણ મળી શકી. એ ઝૂંપડી વાંસના થાંભલા, પાતળી લાકડાની પાટડીઓ અને ઘાસના છાપરાની બનાવેલી હતી.
બ્રહ્મના જેવા જ કાળા મેવાળી એ વૃદ્ધ સ્ત્રી દેખીતી રીતે જ ઉશ્કેરાટમાં આવી જઈને ઝૂપડીને ઉદ્દેશીને કેટલાંક ધ્રુજારી ભરેલાં તામિલ વાક્યો બોલી. અંદરથી સુમધુર સ્વરમાં ઉત્તર આવ્યો, ધીમેથી બારણું ઊઘડયું, અને યોગીએ બહાર આવી મને પ્રેમપૂર્વક એમની સાદી ઝૂંપડીમાં દાખલ કર્યો. એમણે બારણું ખુલ્લું જ રાખ્યું. થોડા વખત સુધી પેલી વિધવા સ્ત્રી પ્રવેશદ્વાર પાસે જ ઊભી રહી. એની આંખ મારી તરફ સ્થિર થઈ હતી, અને એની મુખાકૃતિ પર અવર્ણનીય સુખ છવાયેલું હતું.
હું એક ખુલ્લા ખંડમાં આવી પહોંચે. સામેની દીવાલ પાસે એક ગાદી વિનાની બેઠક હતી, અને ખૂણામાં કાગળથી ભરેલ બાંકડ પડેલ. છાપરાની વળી સાથે બાંધેલા દોરડાને આધારે પિત્તળને એક ઘડે લટકતો દેખાતો હતો. જમીન પર જાજ મને માટે ટુકડે બિછાવેલો હતે.
જમીન તરફ હાથ ફેલાવીને બ્રહ્મ કહ્યું : “બેસે. હું દિલગીર છું કે તમારે માટે ખુરશી નથી આપી શકતો.”
બ્રહ્મ, હું અને મારા પરિચયમાં આવેલા ને મારા દુભાષિયા તરીકે કામ કરતા એક યુવાન શિક્ષક, બધા જ જાજમ ફરતા બેસી ગયા. થોડા વખત પછી પેલી વૃદ્ધ વિધવા સ્ત્રી પાછી ગઈ, અને ચાના પાત્ર સાથે ફરી આવી. ટેબલને બદલે એ ચા અમને જાજમ પર જ આપવામાં આવી. સ્ત્રીએ એક વાર ફરીથી ઘરમાં જઈને પિત્તળની રકાબીઓમાં બિસ્કિટ, નારંગી તથા કેળાં આણ્યાં.
એ સરસ નાસ્તાની શરૂઆત કરીએ તે પહેલાં જ બ્રહ્મ પીળા ' ગલગેટાનો માળા કાઢીને મને પહેરાવી દીધી. મને ખબર હતી કે