________________
૧૨૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
માળા પહેરવાની ભારતીય પ્રણાલિ વિશેષ પુરુષ માટે જ સુરક્ષિત રાખવામાં આવે છે, અને એમની અનેરી સૂચિમાં મારી જાતને મેં કદી પણ શામિલ કરી ન હોવાથી મને એથી આશ્ચર્ય થયું તેમ જ મેં એનો ભારે વિરોધ કર્યો.
“પરંતુ મહાશય..” એમણે સ્મિતપૂર્વક વકીલાત કરતાં કહેવા માંડયું : “ મારા ઘરની મુલાકાત લેનાર તથા મારા મિત્ર બનનાર તમે સૌથી પહેલા અંગ્રેજ છે. તમને આવી રીતે સન્માનીને મારે તથા આ સન્નારીને આનંદ મારે વ્યક્ત કરવો જ જોઈએ.”
મારે વધારે વિરોધ નકામો ગયો. મારા જાકીટની ઉપર નખાયેલા ગલગોટાના હાર સાથે જમીન પર બેસી રહેવાની મને ફરજ પડી. મને એ વાતનો ખરેખર આનંદ થયો કે યુરોપ મારાથી એટલું બધું દૂર છે કે મારા મિત્રોમાંથી કોઈ આ વિચિત્ર દશ્ય જોઈને મારી તરફ હસી શકે તેમ નથી.
અમે ચા પીધી, ફળ ખાધાં, અને આનંદપૂર્વક વાતો કરી. બ્રહે મને જણાવ્યું કે ઝૂંપડી તથા એની અંદરનું સામાન્ય ફરનિચર એમણે પોતે જ તૈયાર કર્યું છે. ખૂણામાં પડેલા બાંકડા પરના કાગળોએ મારી જિજ્ઞાસા જાગ્રત કરી તેથી એ સંબંધમાં સ્પષ્ટીકરણ કરવા મેં વિનંતિ કરી. એ કાગળોનો રંગ ગુલાબી હતો અને એમના પર લીલી શાહીમાં લખાણ હતું. બ્રહ્મ એમાંથી થોડા કાગળ ઉપાડ્યા. મને લાગ્યું કે એ તામિલ ભાષામાં લખેલા છે. મારી સાથેના શિક્ષકે એમનું નિરીક્ષણ કર્યું, પરંતુ એમને વાંચવાનું અઘરું લાગ્યું અને સમજવાનું તો એથી પણ વધારે અઘરું. એમણે માહિતી આપી કે એ જૂના જમાનાની તામિલ ભાષામાં લખેલા છે. પહેલાંના વખતમાં લખવા માટે તામિલના એ રૂપનો ઉપયોગ થતો, પરંતુ હવે એને બહુ ઓછા લેકે જ સમજી શકે છે. વધારામાં એમણે એમ પણ કહ્યું કે તામિલ સાહિત્ય ને તત્વજ્ઞાનના મોટા મોટા ગ્રંથ કમનસીબે એ જ ભાષામાં લખાયેલા છે.