________________
મૃત્યુને જીતનારો રોગ
૧૨૫
એને ઊંચી તામિલ ભાષા કહેવામાં આવે છે. મધ્યકાલીન અંગ્રેજી આજના સામાન્ય અંગ્રેજી જાણનાર માટે મુશ્કેલી ઊભી કરે છે તેથી પણ વધારે મુશ્કેલી આજના વપરાશની તામિલ ભાષામાં જાણનારની આગળ એને લીધે ઊભી થાય છે.
“આ કાગળો મેં મોટે ભાગે રાતે લખ્યા છે. બ્રહ્મ કહેવા માંડયું : “કેટલાક કાગળામાં મારા વેગને અનુભવોને પરિણામે પેદા થયેલી કવિતાઓ લખી છે, અને કેટલાકમાં મારા હૃદયધર્મને વાચા આપતાં લાંબાં કાવ્યો છે. થોડાક યુવકે એમને મારા શિષ્યો માને છે. એ અવારનવાર અહીં આવીને આ લખાણોનું ઉચ્ચ સ્વરે ગાન કરે છે.”
બ્રહ્મ લાલ લીલી શાહીથી લખેલા અને લીલી રેશમી પટીથી બાંધેલા આછા ગુલાબી કાગળોને કળાત્મક લાગતો લેખ લીધો અને મને સમિત અર્પણ કર્યો. - “આની રચના મેં ખાસ કરીને તમારે માટે જ કરેલી છે.” એમણે જાહેર કર્યું.
પેલા યુવાન દુભાષિયાએ મને કહ્યું કે એ ચોર્યાસી લીટીની કવિતા છે. એને આરંભ અને અંત મારા નામના નિર્દેશથી થતો હતે; પરંતુ એથી વધારે એ ભાગ્યે જ કાંઈ કહી શક્યો. વચ્ચેવચ્ચેના કેટલાક શબ્દોના અર્થ કરી બતાવી એણે કહેવા માંડયું કે એ કવિતામાં દેખીતી રીતે જ કોઈ જાતને અંગત સંદેશ સમાયેલો હોવા છતાં એ એટલી બધી અઘરી તામિલ ભાષામાં લખાયેલી છે કે એને સમ્યક અનુવાદ કરવાની શક્તિ એનામાં નથી જ. ગમે તેમ પણ એ અણધારી ભેટ મેળવીને મને અતિશય આનંદ તે થયો જ. ખાસ તે એટલા માટે કે એ મેગીની શુભેચ્છાનું પ્રતીક હતું.
મારી મુલાકાતની પ્રારંભિક વિધિ પૂરી થઈ એટલે પેલી વૃદ્ધ સ્ત્રી વિદાય થઈ અને અમે ગંભીર વાતચીત શરૂ કરી. યુગમાં