________________
૧૨૬
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
ભારે મહત્ત્વનો ભાગ ભજવનારી, ગુપ્ત રહસ્યથી ઢંકાયેલી, પ્રાણાયામની ક્રિયાને સમજવાની મેં નવેસરથી કોશિશ કરી. બ્ર ખેદપૂર્વક જાહેર કર્યું કે હમણાં કોઈ બીજી ક્રિયા તે નહિ બતાવી શકાય, પરંતુ એમના સિદ્ધાંતો વિશે થોડુંક વધારે સ્પષ્ટીકરણ કરવા પોતે ખુશી છે ખરા.
એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધી દિવસરાત મળીને દરેક માણસ ૨૧,૬૦૦ શ્વાસ લેતો હોય છે. કુદરતે એ ક્રમ નક્કી કર્યો છે. એટલે એટલા શ્વાસ એણે લેવા જ જોઈએ. ઝડપી, ઉતાવળા અથવા વેગવાળા શ્વાસ લેવાથી એ માપ વધી જાય છે તથા આયુષ્ય ટૂંકું થાય છે. ધીમા, ઊંડા ને શાંત વાસથી એની કરકસર થાય છે ને જીવન લંબાય છે. સાચવી રાખેલા પ્રત્યેક શ્વાસમાંથી એક મોટી અનામત શક્તિ પેદા થાય છે, અને એ શક્તિસંગ્રહમાંથી મદદ મેળવીને માણસ વધારે વરસો સુધી જીવી શકે છે. યોગીએ બીજા માણા જેટલા વધારે શ્વાસ નથી લેતા. એમને એવા શ્વાસની એટલી જરૂર પણ નથી હોતી. પરંતુ, અફસ ! મારી પ્રતિજ્ઞાની ઉપરવટ ગયા વગર હું તમને વધારે કેવી રીતે સમજાવી શકું ?”
યોગીની એ ગુપ્તતાથી હું અકળાઈ ઊઠશે. આટલા બધા પ્રયત્નપૂર્વક ગુપ્ત રાખવામાં આવતી વિદ્યામાં ખરેખર કશે કસ ન હોય એ શકય છે ખરું ? અને હકીકત જે એવી જ હોય છે, યોગીઓ પોતાના માર્ગને તેમ જ જ્ઞાનભંડારને કૃત્રિમ કુતૂહલખોર, માનસિક રીતે અપરિપકવ વ્યક્તિઓ અને આધ્યામિક યોગ્યતાના અભાવવાળા પુરુષથી શા માટે ગુપ્ત રાખે છે તે સહેલાઈથી સમજી શકાય છે. એવા પુરુષોની સૂચિમાં હું પણ આવી જઈશ અને મારાં કષ્ટો ઉપરાંત નજીવો લાભ મેળવીને આ દેશમાંથી પાછા ફરીશ ?
પરંતુ...બ્રહ્મ ફરી કહેવા માંડયું ?
અમારા સંત પાસે પ્રાણની શક્તિઓની કૂંચીઓ નથી ? એ સારી પેઠે સમજે છે કે શ્વાસ તથા લેહીની વચ્ચે કેટલે નજીકને