________________
મૃત્યુને જીતનાર રોગ
૧૨૭
સંબંધ છે. એમને ખબર છે કે મન પણ શ્વાસનું અનુકરણ કેવી રીતે કરે છે અને વિચાર તથા શ્વાસની શક્તિને કામે લગાડિીને આત્મભાવની જાગૃતિ કેવી રીતે કરી શકાય છે તેનું રહસ્ય પણ તેમણે પ્રાપ્ત કર્યું છે. શ્વાસ તો શરીરને ટકાવી રાખનારી વધારે સૂક્ષ્મ શક્તિની અભિવ્યક્તિ માત્ર છે એવું નથી લાગતું ? એ શક્તિ અદષ્ટ હોવા છતાં શરીરના અગત્યના અવયવોમાં છુપાયેલી પડી છે. એ જયારે શરીરમાંથી બહાર નીકળે છે ત્યારે શ્વાસોચ્છવાસ બંધ થાય છે અને મૃત્યુ નીપજે છે; પરંતુ શ્વાસ પર કાબૂ મેળવવાથી એ અદષ્ટ શકિતપ્રવાહ પર વત્તાઓછો કાબૂ પ્રાપ્ત કરવાનું સહજ બને છે. છતાં, શરીર પર પૂરેપૂરો કાબૂ મેળવવામાં આવે, અને એટલી હદ સુધી કાબૂ પ્રાપ્ત કરવામાં આવે કે છાતીના ધબકારાનું પણ નિયમન થઈ શકે તોપણ, આ યોગપદ્ધતિને સંદેશ પૂરી પાડતી વખતે અમારા પ્રાચીન ઋષિમુનિઓનું ધ્યાન કેવળ શરીર અને એની શકિતઓ તરફ જ હતું એવું માને છે ?” - પ્રાચીન ઋષિમુનિઓ અને એમના હેતુ વિશેની મારી બધી જ માન્યતા મારા મનમાં એકાએક પેદા થયેલી તીવ્ર આતુરતાના આવેગમાં અદશ્ય થઈ ગઈ.
તમારા હદયની ગતિ પર તમે કાબૂ મેળવી શકે છે ખરા?” મેં આશ્ચર્યોદ્ગાર કાઢો.
મારા પિતાની મેળે કામ કરતા અવયવો હદય, પેટ તથા મૂત્રપિંડ પર મેં કટલેક અંશે કાબૂ મેળવી લીધું છે.” એમણે બણગાં ફૂંકવાની સહેજ પણ વૃત્તિ વગર, શાંતિથી ઉત્તર આપ્યો.
તે તમે કેવી રીતે કરી શકે છે ?'
“કેટલાંક આસન, પ્રાણાયામ ને ઈચછાશક્તિને વધારનારી પ્રક્રિયાઓની સંયુક્ત સાધનાથી એવી શક્તિ મળી શકે છે. એ સાધના યોગની આગળની ભૂમિકાની સાધના છે. એ એટલી બધી કઠિન છે કે બહુ જ ઓછા લેકથી થઈ શકે. એ અભ્યાસક્રમની