________________
૧૨૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
મદદથી મેં હૃદયમાં કામ કરતી માંસપેશીઓ પર થડક કાબૂ મેળવ્યો છે અને એ માંસપેશીઓની મદદથી આગળ વધીને બીજા અવયવોને વશ કરવામાં મેં સફળતા મેળવી છે.”
એ ખરેખર અસાધારણ કહેવાય.”
તમને એવું લાગે છે? તો હદયથી થોડેક ઉપર, મારી છાતી પર, તમારે હાથ મૂકે અને એને ત્યાં જ રાખી મૂકે.” એમ કહીને બ્રહ્મ પોતાની બેઠક બદલી અને અવનવું આસન કરીને આંખ મીંચી દીધી.
એમની આજ્ઞા માથે ચડાવીને મેં શું થાય છે તેની ધીરજપૂર્વક પ્રતીક્ષા કરવા માંડી. થોડી મિનિટો સુધી એ પથ્થર જેવા અચળ અથવા સ્થિર રહ્યા. એ પછી એમના હદયના ધબકારા ધીમે ધીમે ઘટવા માંડ્યા. એ મંદ પડતા ગયા તે જોઈને મને નવાઈ લાગી. એમના હદયની સંવાદી પ્રવૃત્તિ તદ્દન બંધ પડી ગઈ એને સ્પષ્ટ અનુભવ કરવાથી મારા સ્નાયુઓમાં ઝણઝણાટી શરૂ થઈ. કુતૂહલભરી સાત સેકંડ સુધી એવી દશા રહી.
મેં ભ્રમિત થયેલા હોવાને ઢાંગ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ હું એ તે અસ્વસ્થ બની ગયેલો કે મારે પ્રયાસ નિરર્થક છે એની મને ખાતરી થઈ. દેખીતા મરણની દશામાંથી એમને અવયવ પુનર્જીવિત થયો એ જાણીને મને રાહત મળી. છાતીના ધબકારા વધવા માંડયા અને લાંબે વખતે કોઈ પણ પ્રકારની તકલીફ વગર પહેલાં જેવી સામાન્ય દશા શરૂ થઈ.
પોતાની આત્મલીન અચળ અવસ્થામાંથી યોગી થોડી મિનિટો પછી જાગ્રત થયા. ધીમેથી આંખ ખોલી એમણે પ્રશ્ન કર્યો?
તમે હદયને બંધ થતું અનુભવ્યું ?”
હા. ખૂબ જ સ્પષ્ટ રીતે અનુભવ્યું. મારી ખાતરી હતી કે એમના પ્રયોગમાં કશું ભ્રાંતિજનક નહતું. મને એ વાતની નવાઈ