________________
મૃત્યુને જીતનારે રોગ
૧૨૯
લાગી કે પિતાની અંદરની યંત્રશક્તિની મદદથી બ્રહ્મ યોગની બીજી કઈ અભુત કરામત કરી બતાવશે ?
મારા અવ્યક્ત વિચારને ઉત્તર આપતા હોય તેમ બ્રલે કહેવા માંડયું :
મારા ગુરુદેવ જે કરી શકે છે તેની સાથે સરખાવતાં આની વિસાત કશી જ નથી. એમની એકાદ ધોરી નસને તોડી નાખીએ તોપણ તે પોતાના લેહીને પ્રવાહ ચાલુ રાખી શકે છે. એ પ્રવાહને એ બંધ પણ કરી શકે છે. મારા લોહીને કૈક અંશે કાબૂમાં લાવવાની શક્તિ મને પણ સાંપડી છે ખરી, પરંતુ એટલે બધે સંયમ મારાથી નથી થઈ શકતો.”
એ કાબૂ નું પ્રદર્શન કરી શકશે ?”
એમણે મને પોતાનું કાંડું પકડી રાખવાની અને ત્યાંની નરે માંથી વહેતા લેહ પ્રવાહને અનુભવ કરવાની વિનતિ કરી. મેં એમની વિનતિનો સ્વીકાર કર્યો.
બે કે ત્રણ મિનિટમાં તે મારા અંગૂઠાની નીચે પેદા થતો ધ્વનિ મંદ પડવા માંડ્યો. થોડી વારમાં એ ધ્વનિ તદ્દન બંધ પડી ગયો. બ્રહ્મ પિતાની નાડીના ધબકારાને શાંત કરી દીધા.
એમની નાડીનો લેહીપ્રવાહ ફરી ચાલુ થાય તે માટે મેં ભારે ઉત્સુકતાપૂર્વક રાહ જોવા માંડી. એક મિનિટ સુધી કાંઈ જ ન બન્યું. બીજી મિનિટ પણ, પ્રત્યેક સેકંડનું બરાબર ધ્યાન રાખ્યું તોપણ, ઘડિયાળ પરથી પસાર થઈ ગઈ. ત્રીજી મિનિટ પણ એવી જ રીતે નિષ્ફળ ગઈ. ચોથી મિનિટ અડધી પૂરી થવા આવી ત્યારે નસની અંદરની પ્રવૃત્તિ આછીપાતળી શરૂ થઈ એવું લાગવા માંડયું. મારી મૂંઝવણ દૂર થઈ. થોડા વખતમાં તો નાડીના ધબકારા પહેલાંની પેઠે શરૂ થયા.
કેટલું બધું આશ્ચર્યકારક ?” મેં આકસ્મિક ઉદ્દગાર કાઢયો.