________________
૧૩૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
એ તે કશું જ નથી. એમણે નમ્રતાપૂર્વક ઉત્તર આપ્યો.
આજનો દિવસ અવનવા પ્રયોગોનો દિવસ લાગે છે. તમે બીજે પ્રયોગ નહિ કરી બતાવે ?”
બ્રહ્મ જરા ખચકાયા.
ફક્ત એક પ્રયોગ વધારે કરી બતાવું છું.' એમણે આખરે કહ્યું : “એથી સંતોષ માનજે.”
વિચારમાં લીન બનીને જમીન પર જોઈ રહ્યા પછી એમણે જાહેર કર્યું?
હવે હું શ્વાસને બંધ કરી દઈશ.”
પરંતુ એ દશામાં તમારું મૃત્યુ થશે.' મેં અસ્વસ્થ બનીને લી નાખ્યું. મારા ઉદ્ગારની ઉપેક્ષા કરતાં એ હસવા લાગ્યા.
તમારે હાથ મારા નાકની નીચે રાખી મૂકે.”
મેં તરત જ એમના આદેશનું પાલન કર્યું. એમણે બહાર કાઢેલી ગરમ હવા મારા હાથની ચામડીને અવારનવાર અડવા લાગી. બ્રહ્મ આંખ બંધ કરી. એમનું શરીર સ્થિર મૂર્તિ જેવું બની ગયું. એમણે જાણે કે સમાધિદશામાં પ્રવેશ કર્યો. મારા હાથને પાછલે ભાગ એમના નાક નીચે અડાડી રાખીને હું બેસી રહ્યો. કબરની કાઈક મૂર્તિની જેમ એ શાંત અને લાગણીહીન બની ગયા. ખૂબ
જ ધીમેથી છતાં ખૂબ જ સ્પષ્ટતા પૂર્વક એમના શ્વાસની ગતિ મંદ 'પડવા લાગી. આખરે એ એકદમ બંધ પડી ગઈ.
મેં એમના નામ અને હોઠનું નિરીક્ષણ કર્યું. એમના ખભા તથા છાતીની તપાસ કરી. પરંતુ કયાંય પણ શ્વાસેરછવાસની બહારની નિશાની ન દેખાઈ મને ખબર હતી કે એ પરીક્ષા પૂરતી નથી. વધારે ઊંડી પરીક્ષા કરવાની મારી ઇચ્છા હતી. પરંતુ એ પરીક્ષા કેવી રીતે કરવી ? મારું મગજ ઝડપથી કામ કરવા માંડયું.