________________
૧૧૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
પદ્ધતિઓને મૂળભૂત સિદ્ધાંતની સાથેના એમના સાયને શોધી કાઢવાનું કામ ઘણું રસમય હતું. બ્રહ્મને મેં અમારી એ પદ્ધતિઓના અસ્તિત્વથી વાકેફ કર્યા.
તમારી પશ્ચિમી પદ્ધતિઓનો પરિચય મને નધી થયો, પરંતુ મદ્રાસની પાસેની મોટી છાવણીમાં મેં ગોરા સેનિકોને કરારત કરતાં જોયા છે. એમનું નિરીક્ષણ કરવાથી એમના શિક્ષકે શું કરવા માગતા હતા તે હું સમજી શક છું. એમને પહેલો ઉદ્દેશ માંસપેશીઓને મજબૂત બનાવવાનો દેખાયે કારણકે તમે પશ્ચિમવાસીઓ શરીરને સુદઢ ને ક્રિયાશીલ રાખવામાં ગૌરવ ગણે છે. એકની એક ક્રિયાનું પુનરાવર્તન કરીને શરીરના અવયનો ઉપયોગ તમે ખૂબ જ બળપૂર્વક કર્યા કરે છે. માંસપેશીઓને મજબૂત કરવા તથા વિશેષ શક્તિ મેળવવા તમે ખૂબ જ જોરથી વ્યાયામ કર્યા કરે છે. ઉત્તરના ઠંડા દેશોમાં એમ કરવું ખરેખર સારું છે.”
બંને પદ્ધતિઓમાં ખાસ તફાવત શો લાગે છે ?”
અમારી યોગક્રિયાઓ અમુક ચોક્કસ અવસ્થાઓમાં શાંતિથી બેસતાં શિખવાડે છે. એ અવસ્થામાં બેઠા પછી કઈ વિશેષ હલનચલન કરવું પડતું નથી. ક્રિયાશીલતા વધારવા માટે વિશેષ શક્તિ મેળવવા કરતાં સહન કરવાની શંક્ત વધારવામાં અમે અધિક રસ લઈએ છીએ. માંસપેશીઓનો વિકાસ ઉપયોગી હોય તોપણ એમની પાછળની શક્તિ વધારે કીમતી છે. હું તમને કહું કે ખમા કે ગરદન પર બધો ભાર મૂકીને ઊભા રહેવાથી મગજમાં લોહી ફરી વળે છે. જ્ઞાનતંતુઓને શાંતિ મળે છે, ને કેટલીક નબળાઈનો નાશ થાય છે, તો પણ તમે પશ્ચિમવાસી હોવાથી એ આસને એકાદ ક્ષણ કરશે અને પછી એને અવારનવાર રપૂર્વક કરવા માંડશે. એથી તમારા સ્નાયુઓ સુદઢ બની શકે ખરા; પરંતુ પોતાની રીતે એ ક્રિયાનો અભ્યાસ કરીને યોગી જે લાભ મેળવી શકે તેનાથી તમે વંચિત જ રહેશે.”
એ ક્રિયા કેવી હોય છે ?”