________________
અડિયાર નદીના ગીને મેળાપ
પ્રાકટય પ્રાણાયામની ક્રિયાને અભ્યાસ કર્યા વિના ભાગ્યે જ થઈ શકે છે, કારણકે પ્રાણની શકિત ઘણુ ગહન છે. એ શકિતઓને જાગ્રત કરવાનું ધ્યેય જ અમારું સાચું ધ્યેય છે. છતાં વીસેક જેટલી ક્રિયાઓનો ઉપયોગ તો કેટલાંક દર્દો દૂર કરવા માટે અથવા સ્વા
થ્યલાભ માટે જ કરવામાં આવે છે, અને બીજી ક્રિયાઓની મદદથી શરીરની અંદરની ગંદકી દૂર કરવામાં આવે છે એ લાભ શું મોટો નથી ? બીજા કેટલાંક આસને મન તથા આત્મા પર કાબૂ મેળવવામાં મદદરૂપ થાય છે, કારણકે એ હકીકત નિર્વિવાદ છે કે વિચારની અસર શરીર પર પડે છે તેવી જ રીતે શરીરની અસર વિચાર કે મન પર થાય છે. એમની આગળની ભૂમિકા દરમિયાન કલાક સુધી ધ્યાનમાં ડૂબી જવાને અવસર આવે છે ત્યારે, શરીર જે યોગ્ય આસનમાં હોય છે તે મનને પિતાના પ્રયત્નોમાં શાંતિપૂર્વક લાગી રહેવામાં મદદરૂપ તે થાય છે જ પરંતુ સાથે સાથે વાસ્તવિક રીતે વિચારતાં, એની ધ્યેયસિદ્ધિને સરળ બનાવે છે. એ ઉપરાંત એ બધી કઠિન ક્રિયાઓમાં લાગી રહેનારા સાધકને મળનારી અસાધારણ ઈચ્છાશકિતને વિચાર કરે તો અમારી સાધનામાં સમાયેલી શકિતઓને તમને ખ્યાલ આવશે.
પરંતુ શરીરને આટલું બધું વાળવાનું ને ઊલટસૂલટી કરવાનું કારણ?” મેં વિરોધ કર્યો.
“ કારણ એ જ કે શરીરમાં કેટલાંય જ્ઞાનતંતુનાં કેન્દ્રો ફેલાયેલાં છે, અને દરેક આસન જુદા જુદા કેન્દ્રને અસર પહોંચાડે છે. એ જ્ઞાનતંતુઓ દ્વારા જુદાં જુદાં અંગાને અથવા મગજના વિચારોને અસર કરી શકાય છે. શરીરને જુદી જુદી રીતે વાળવાથી જેમનો સંપર્ક બીજી રીતે ન સાધી શકાયા હોય તે કેન્દ્રો પાસે સહેલાઈથી પહોંચી શકાય છે.”
“બરાબર.” એ યૌગિક શરીરશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંત મારા મનમાં જરા વધારે સ્પષ્ટતાથી તરવરવા લાગ્યા. યુરોપ અને અમેરિકાની