________________
૧૧૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
આપણને જ એની આવશ્યકતા છે એમ નથી સમજવાનું. આખી દુનિયાને એની આવશ્યકતા છે.”
બ્રહ્મના શબ્દો કાંઈ ખોટા નહોતા.
આજની સાંજ માટે આટલી ક્રિયાઓ પૂરતી છે.' એમણે ઉમેર્યું: “હવે હું વિદાય લઈશ.”
એમણે જે કાંઈ કહ્યું તે માટે મેં એમનો આભાર માન્યો અને વધારે માહિતી પૂરી પાડવાની પ્રાર્થના કરી.
કાલે સવારે તમે મને નદીકાંઠે મળી શકશે.” એમણે ઉત્તર આપ્યો.
સફેદ શાલ શરીરે વીંટીને એમણે હાથ જોડીને મારી રજા માગી ને વિદાય લીધી. આટલા આકસ્મિક રીતે પૂરા થયેલા અમારા રસમય વાર્તાલાપને વાગોળવાનું કામ મારે માટે બાકી રહ્યું.
એ પછી યોગીને મારે અનેક વાર મળવાનું થયું. એમની સંમતિ મેળવીને સવારે એ ફરવા નીકળતા ત્યારે હું એમની સાથે થઈ જતો, અને જ્યારે એમને ઘેર બેસવા સમજાવી શકતો ત્યારે સાંજને સમય એ મારી સાથે ઘરમાં જ પસાર કરતા. એ બધી સાંજ મારે માટે તથા મારી શોધ માટે ખૂબ જ લાભકારક થઈ પડતી, કારણકે પ્રખર તાપને બદલે ચંદ્રને ઉદય થતો જતે તેમતેમ એમના મુખમાંથી જ્ઞાનનાં ઊંડાં રહસ્યોનું ઉદ્ઘાટન સ્વાભાવિક રીતે જ થયા કરતું.
થોડા વખત માટે મને જે વાતનું આશ્ચર્ય થયેલું તે વાતને ખુલાસો થોડીક પૂછપરછ પછી તરત થઈ ગયો. મારી સમજ એવી હતી કે હિન્દુજાતિ ઘઉંવર્ણી છે. તે પછી બ્રહ્મની ચામડીને રંગ હબસીના રંગ જેવો કાળ કેમ હશે ?
એનો ઉત્તર એ છે કે એ ભારતના પ્રથમ નિવાસી, મૂળ - પ્રજાજનમાંના એક હતા. જ્યારે આર્યો વાયવ્ય ખૂણાના પર્વતમાંથી