________________
અડિયાર નદીના ગીનો મેળાપ
લાંબા વખત સુધી એકધારા ઊભા રહ્યા પછી આ ક્રિયા ભારે શાંતિદાયક સાબિત થાય છે. તમારી બેઠક પર શરીરનું મેટા ભાગનું વજન નાખી દે. થાક જેવું લાગે ત્યારે થોડા વખત સુધી આ આસનને અભ્યાસ કરી શકે છે. એનાથી કેટલાંક મહત્વનાં શક્તિકેન્દ્રોને આરામ મળશે.'
એ તો એકદમ સરળ દેખાય છે.'
આરામ કરવાની કળા શીખવામાં કેઈ ગૂંચવણભરેલી પદ્ધતિને આધાર નથી લેવાનો. સાચું કહું તો, અમારી સહેલામાં સહેલી ક્રિયા પણ ઉત્તમ પરિણામે પેદા કરે છે. પગને લંબાવીને જમીન પર ચત્તા સૂઈ રહો. પગની આંગળીઓ બહારની બાજુ રાખો. હાથ લાંબો કરીને શરીરની બંને બાજુ છૂટા રાખો. પ્રત્યેક અંગને ઢીલું કરે. આંખ બંધ કરો. શરીરને ભાર જમીન પર નાખી દો. કરોડરજજુને સીધી રાખો. અત્યંત આવશ્યક હોવાથી, આ ક્રિયા પથારીમાં કરવી નહિ ફાવે. જમીન પર કામળે પાથરી શકે છે. એ દશામાં પ્રકૃતિમાં આરામદાયક પરિબળો તમને આરામ આપશે. અમે એને “ શવાસન ”ના નામથી ઓળખીએ છીએ. જે તમારી ઈચ્છા હોય તો, અભ્યાસ દ્વારા આમાંના કોઈ પણ આસનમાં એકાદ કલાક સુધી આરામપૂર્વક રહી શકે છે. માંસપેશીઓની થકાવટને દૂર કરીને એ જ્ઞાનતંતુઓને શાંતિ આપે છે. મનની શાંતિ પહેલાં શરીરનાં અંગોને શાંતિ મળી જાય છે.”
તમારી ક્રિયાઓમાં બીજું કશું નહિ, પરંતુ એક યા બીજી રીતે શાંતિપૂર્વક બેસવાનું જ શીખવવામાં આવે છે !”
એ શું કાંઈ જ વિસાતમાં નથી ? તમે પશ્ચિમવાસીઓ ક્રિયાશીલ બનવાની જ ઝંખના રાખે છે, પરંતુ આરામની ઉપેક્ષા કરવા જેવી છે ખરી ? શાંત જ્ઞાનતંતુઓને શું કશો જ અર્થ નથી ? આરામ અથવા શાંત દશા યોગની શરૂઆતની દશા છે, પરંતુ