________________
૧૦૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
ક્રિયાઓ કરતી વખતે તેમના વગર ચલાવી લેતાં શીખવું જોઈએ. અમારી બેસવાની પદ્ધતિ ખરેખર અત્યંત આરામદાયક છે. કામ કર્યા પછી કે ચાલ્યા પછી આખા શરીરને એ શાંતિ આપે છે. એ પદ્ધતિ શીખવાને સહેલામાં સહેલો રસ્તો તમારા ખંડની દીવાલ પાસે નાને કામળે કે શેતરંજી મૂકવાનો છે. એ પછી એના પર બનતા આરામપૂર્વક બેસો અને જરૂર પડે તો દીવાલનો ટેકો લે. શેતરંજીને ખંડની વચ્ચે પાથરીને ટેકો લેવા આગળ કોચ કે ખુરસી પણ રાખી શકે. એ પછી પગને ઘૂંટણ તરફથી અંદર વાળીને પલાંઠી વાળો. એમ કરવામાં માંસપેશીઓને કડક ન કરે અને કઈ પ્રકારનો પરિશ્રમ ન પહોંચે તેનું પણ ધ્યાન રાખો. એટલે પહેલી ક્રિયા તો એ પ્રમાણે બેસીને થોડોક શ્વાસ લેવા સિવાય તમારા શરીરને તદન શાંત કરી દેવાની છે. એ રીતે બેઠા પછી બધી જાતના દુન્યવી વિષયો તેમ જ બેજાના વિચારોને શાંત કરવાનો સંકલ્પ કરવો જોઈએ. તમારા મનને કાઈ ચિત્ર કે ફૂલ જેવા સુંદર પદાર્થ પર કેન્દ્રિત કરે.”
મારી આરામ ખુરસી પરથી ઊઠીને બ્રહ્મ વર્ણવ્યા મુજબના આસનનો આધાર લઈને હું એમની સામે બેઠો. જૂના જમાનાના દરજી પગ પર પગ મૂકીને કામ કરવા બેસતા એવું જ એ આસન હતું.
હા, તમે તે સહેલાઈથી કરી શકે છે. બ્રહ્મ કહેવા માંડયું પરંતુ બીજા અંગ્રેજે ટેવાયેલા ન હોય એટલે આવું આસન સહેલાઈથી ન કરી શકે. તમારી એક ત્રુટિ પ્રત્યે ધ્યાન દોરું ? તમારી પીઠને વળેલી નહિ પણ સીધી રાખે. હવે તમને બીજી ક્રિયા બતાવું?”
બ્ર પિતાના પગ એવી જ રીતે વાળેલા રાખીને ઘૂંટણને હડપચી તરફ ઊંચાં કર્યા. એમ કરવાથી એમના પગ માથાથી થડે છેટે રહ્યા. ઘૂંટણને એમણે પિતાના હાથ લાંબો કરીને વીંટી
દીધી.