________________
અડિયાર નદીના ગીને મેળાપ
૧૦૭
પાસેથી ડુંક શીખી શકીએ છીએ. અમારા ગુરુ શિષ્યની વચમાં બિલાડી મૂકીને એ આરામ કરે છે ત્યારે કેવી છટાદાર દેખાય છે તેનું નિરીક્ષણ કરવાની સૂચના આપે છે. ભરબપોરના તાપમાં એ ઊંઘી જાય છે ત્યારે એને ધ્યાનપૂર્વક જોવાનું કહે છે. ઉંદરના દરની નજીક નીચી નમે છે ત્યારે એનું અવલોકન કરવાની આજ્ઞા આપે છે. પોતાના શિષ્યોને એ સમજાવે છે કે બિલાડી સાચા આરામને આદર્શ દાખલો પૂરે પાડે છે, અને પિતાની સમસ્ત શક્તિને કેવી રીતે ભેગી કરવી તેમ જ સંઘરી રાખવી તે પણ સમજે છે. તમે માને છે કે તમે આરામ કરવાની કળામાં કુશળ છે, પરંતુ તમારી માન્યતા નિરાધાર છે. થડેક વખત તમે ખુરશીમાં બેસે છે, પછી આમતેમ ફર્યા કરે છે, પછી વળી બેચેની અનુભવો છે અને છેવટે લાંબા પગ કરીને સૂઈ જાઓ છે. ખુરસી પરથી ઊભા નથી થતા અને ઉપરથી જોતાં આરામ કરતા દેખાઓ છો તોપણ, તમારા મગજમાં વિચારોની હારમાળા ચાલતી હોય છે. એને શું આરામ કહેવાય ? એ શું એક રીતે જોતાં વધારે ચપળ બનવાને રસ્તો નથી લાગતો ?”
એ દષ્ટિકોણ તો મારા ખ્યાલમાં જ નથી આવ્યુંમેં કહ્યું. “પશુઓ કેવી રીતે આરામ કરવું તે જાણે છે, પરંતુ બહુ ઓછા માણસે એ જ્ઞાન ધરાવે છે. એનું કારણ એ છે કે પશુઓ કુદરતી પ્રેરણા અથવા કુદરતના આદેશ પ્રમાણે ચાલે છે ત્યારે માણસો એમના વિચારોથી દોરવાય છે અને માણસે મોટે ભાગે પિતાના મગજ પર પૂરે કાબૂ નથી ધરાવતા તેથી એને લીધે એમના જ્ઞાનતંતુઓ અને શરીર પર અસર થાય છે. એમને સાચો આરામ ભાગ્યે જ મળે છે.”
“તે પછી શું કરવું જોઈએ ?”
સૌથી પહેલાં તો તમારે બેસવાની પૂર્વીય પદ્ધતિ શીખી લેવી જોઈએ. તમારા ઉત્તરીય દેશોમાં ઠંડા એારડાઓમાં ખુરસીઓને ઉપયોગ કરે તે ભલે, પરંતુ યોગસાધના માટે તૈયાર કરનારી