________________
૧૦૬
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
પરંતુ અમારા યોગની એક બાજુ વિશે હું તમારી સાથે વધારે છૂટથી વાત કરી શકું. એ બાજુ ઈચ્છાશક્તિને વધારવાની તથા શરૂઆતના સાધકના શરીરને સુધારવાની છે. તે વગર વેગની કઠિન ક્રિયાઓ સાધવાની યોગ્યતા ન મેળવી શકાય.”
“પશ્ચિમના લોકોને એમાં રસ પડશે.”
અમારી પાસે એવી વીસેક જેટલી શારીરિક ક્રિયાઓ છે જેમની મદદથી જુદાંજુદાં અંગોપાંગે મજબૂત બને છે તથા કેટલાક રોગો દૂર થાય છે અથવા થતા અટકી જાય છે. કેટલાંક તો એવાં આસનો છે જે કેટલાક ખાસ શક્તિકેન્દ્રો પર દબાણ લાવે છે. એ શક્તિકેન્દ્રો બદલામાં બરાબર કામ ન કરતા ચોક્કસ અવયવોને અસર પહોંચાડે છે અને એમને ઠીક કરે છે.”
તમે દવાનો ઉપયોગ કરે છે ખરા ?”
જરૂર પડે તો, વધતા ચંદ્રપ્રકાશમાં ચૂંટેલી કેટલીક ઔષધિઓનો ઉપયોગ કરું છું. સ્વાથ્યલાભની શરૂઆતનું કામ સિદ્ધ કરવા માટેની ચાર ક્રિયાઓનું જ્ઞાન અમે ધરાવીએ છીએ. પહેલાં તો આરામની કળા જાણી લઈએ છીએ, જેથી જ્ઞાનતંતુઓને આરામ મળે. એને માટે પણ મદદરૂપ એવી ચાર પ્રક્રિયા છે. પછી અમે શરીરને સ્વાભાવિક રીતે લંબાવનારાં તંદુરસ્ત પ્રાણીઓની નકલ કરીને શરીરના વિસ્તારની ક્રિયા શીખીએ છીએ. એ પછી તમને વિચિત્ર લાગે તેવી પરંતુ પોતાની અસર ઉપજાવવામાં ઉત્તમ એવી જુદીજુદી પદ્ધતિઓથી શરીરને સંપૂર્ણપણે સાફ કરીએ છીએ અને છેલ્લે પ્રાણાયામની મદદથી પ્રાણ પર કાબૂ કરવાની કોશિશ કરીએ છીએ”
થોડીક પ્રક્રિયાઓને પ્રયોગ કરી, બતાવવાની માગણી કરી. “હવે હું તમને જે પ્રયોગ કરી બતાવું છું તેમાં કાંઈ છૂપું રાખવા જેવું નથી.” બ્રહ્મ સ્મિત કરતાં કહ્યું. “આપણે સૌથી પહેલાં આરામની કળાથી આરંભ કરીએ. એ બાબતમાં આપણે બિલાડી