________________
અડિયાર નદીના પેગીને મેળાપ
૧૫
આધાર લઈને કષ્ટ આપવું એ અમારું ધ્યેય નથી સમજવાનું. પિતાને પીડા પહોંચાડનારા એ તપસ્વીઓ કેવળ અજ્ઞાની લેકે છે. કેઈ ચિત્ર કે ગપ્પીદાસ દ્વારા કેટલીક ક્રિયાઓની માહિતી મેળવીને શરીર સાથે તેઓ તેના બળજબરીપૂર્વકના પ્રયોગો કરે છે. અમારા આદર્શોનું જ્ઞાન ન હોવાથી, એ ક્રિયાપ્રક્રિયાઓને વિકૃત રૂપ આપીને તે લાંબા સમય સુધી કૃત્રિમ રીતે ચાલુ રાખે છે, તે પણ, સામાન્ય જનસમાજ એવા દાંભિક સાધુઓને માન આપે છે, અને વધારામાં અન્નવસ્ત્ર તથા પૈસા પણ પૂરાં પાડે છે.”
પરંતુ એમને જ દેષ દેવ બરાબર છે ? સાચા યોગીઓ જે દુર્લભ હોય અને એ પણ પિતાની સાધનાને ગુપ્ત રાખતા હોય તે ગેરસમજૂતી થવાનો સંભવ રહે જ.” મેં વિરોધી સૂર કાઢ્યો.
બ્રન્ને મસ્તક હલાવ્યું. એમના મુખ પર ઉપેક્ષાભાવ ફરી વળ્યું.
લોકને બતાવવા માટે રાજા પિતાનાં રત્નોને જાહેર માર્ગ પર મૂકી રાખે છે ?” એમણે પ્રશ્ન કર્યો. “ના. એ એમને પોતાના રાજમહેલની અંદરના ભાગમાં પોતાની તિજોરીમાં છુપાવી રાખે છે. અમારી યોગવિદ્યાનું જ્ઞાન માનવના મહામૂલ્યવાન ભંડાર જેવું છે. એનું ભરબજારમાં એ સૌને માટે પ્રદર્શન કર્યા કરે છે એ ભંડારને મેળવવાની ઈચ્છા હોય તે તેને માટે ભલે શોધ કરે. એ જ એક માર્ગ છે અને સાચે માર્ગ છે. અમારાં શાસ્ત્રો અવારનવાર ગુપ્તતાની આજ્ઞા કરે છે અને અમારા આચાર્યો પણ ઓછામાં ઓછાં થોડાંક વરસો પિતાને વફાદાર રહ્યા હોય એવા, પરીક્ષામાં પાર ઊતરેલા શિષ્યોને જ અગત્યનું શિક્ષણ પૂરું પાડે છે. અમારે યોગ બધા યોગોમાં ઘણે ગૂઢ છે. એકલા શિષ્ય માટે જ નહિ, પરંતુ બીજાને માટે પણ તે ભારે જોખમોથી ભરેલું છે. હવે તમે વિચારી જુઓ કે એના પ્રાથમિક સિદ્ધાંતો સિવાયના બીજા સિદ્ધાંતોની માહિતી અને તે પણ પૂરેપૂરા વિવેક વગર, હું તમને આપી શકું?”
“બરાબર.”