________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
છે. તમારે જે પૂછવું હોય તે ખુશીથી પૂછે. મારી પ્રતિજ્ઞાની મર્યાદામાં રહીને તેના જવાબ હું જરૂર આપીશ.'
મને થયું કે મારું ભાગ્ય ખરેખર છે તો સારું. મેં એમની યોગપદ્ધતિ, એના ઇતિહાસ અને ધ્યેય વિશે માહિતી માગી.
મેં જેનો અભ્યાસ કર્યો છે તે શરીરસંયમની સાધના કેટલી બધી જૂની છે તે કોણ કહી શકે ? અમારા ગુન શાસ્ત્રગ્રંથો પરથી જાણી શકાય છે કે ભગવાન શંકરે ઘેરંડ મનિને એનો ઉપદેશ આપેલો. ઘેરંડ મુનિ પાસેથી એનો ઉપદેશ માર્તડેય મુનિએ ગ્રહણ કર્યો, માર્તડેયે એ સાધના બીજાને શીખવી, અને એ પ્રમાણે હજારો વરસોથી એની પરંપરા ચાલતી આવી છે. ખરેખર કેટલાંક હજાર વરસથી એનો પ્રવાહ ચાલ્યા કરે છે તે તે કોણ જાણે, પરંતુ એટલું તો સાચું કે પ્રાચીન કાળની યોગવિદ્યામાં એ સૌથી છેલ્લી છે. એ દિવસોમાં પણ માનવનું એવું અધઃપતન થયું હતું કે શરીર દ્વારા મોક્ષ મેળવવાનો માર્ગ દેવોએ એની આગળ ખુલ્લો કર્યો. શરીરજયના એ યોગનું જ્ઞાન એના પર કાબૂ કરી ચૂકેલા સિદ્ધો સિવાય બીજાને બહુ જ ઓછું હોય છે. સામાન્ય લે કે તે એ પ્રાચીન વિદ્યા વિશે ઘણું બેટા ખ્યાલે. ધરાવતા હોય છે. એવા સિદ્ધ યોગી પુરુષનું દર્શન અત્યંત દુર્લભ થઈ ગયું હોવાથી, લોકસમૂહના કેઈ પણ જાતના વિરોધ વગર, અમારી યોગપદ્ધતિને નામે કેટલીય મૂર્ખતાપૂર્વક વિકૃત પ્રક્રિયાઓના પ્રચાર થઈ રહ્યો છે. બનારસ જશે તે જોશો કે એક માણસ તીક્ષ્ણ ધારવાળા ખીલાની પથારી પર દિવસભર બેસે છે ને રાતભર સૂઈ રહે છે. બીજે ઠેકાણે એક એવા માણસનું દર્શન થશે જેણે એક હાથ અદ્ધર રાખ્યો છે. એ હાથ તદ્દન કૃશ તથા નકામો બની ગયો છે, અને એના નખ પણ કેટલાય ઇંચ લાંબા થયા છે. તમને કહેવામાં આવશે કે એ બધા અમારી પદ્ધતિનો અભ્યાસ કરી રહ્યા છે, પણ ખરેખર એવું નથી સમજવાનું. એવા લોકો યોગના નામને કલંકિત કરે છે. કેને ચકિત કરવા માટે મૂર્ખાઈભરી પદ્ધતિઓને