________________
અડિયાર નદીના ચાગીના મેળાપ
બહુ જ આનંદ આપે છે. મને સૌ કાઈ મિત્રભાવે સ્વીકારે એવી મારી ઇચ્છા રહે છે એટલે મારી જાણ પ્રમાણેના ભારતીય રીતરિવાજોને માન આપવાનો કે પાળવાને હું પ્રયાસ કરું છું. એને અ` એવા નથી કે હું કાઈ ખીજા દેશનો થવા માગું છું: એવી ઇચ્છા હું નથી રાખતા, પરંતુ બીજાની પાસેથી જેવા વર્તનની મારી અપેક્ષા છે તેવું વન ખીજા પ્રત્યે રાખવાની પણ હું મારી કુંજ સમજું છું.
બ્રહ્મ મારી સાથે મેાટા એરડામાં આવી પહેાંચ્યા અને જમીન પરવિના વિલ ંબે પલાંઠી વાળીને બેસી ગયા.
6
6
તમે આ ઊઁચી બેઠક પર ન બેસેા ? ' મેં એમને દુભાષિયા દ્વારા પ્રશ્ન કર્યો : - એ સરસ ગાદીવાળી તથા અત્યંત આરામદાયક છે.” પરંતુ એમને તો સખત જમીન જ વધારે પસંદ પડી. હિંદુસ્તાનનાં ઘરાની જમીનો લાકડાંથી નહિ પરંતુ લાદીઆથી જડેલી ડાય છે.
એમની મુલાકાત બદલ મારી કૃતજ્ઞતા પ્રકટ કરીને એમની આગળ મેં ભેજન મૂકયુ. એને એમણે શાંતિથી આરેાગવા માંડયુ.
ભેાજવિધિ પૂરી થયા પછી મને લાગ્યું કે મારે વિશે અથવા તા એમના જીવનમાં થયેલા મારા આકસ્મિક પ્રવેશ વિશે એમને કાંઈ કહી બતાવું તેા સારુ. એટલા માટે મને ભારતમાં લઈ આવનારાં પરિબળેના મેં એમને ટ્રકમાં ખ્યાલ આપ્યા. એને અંતે અત્યાર સુધી એકલતાના કિલ્લામાં છુપાઈ રહેલા બ્રહ્મ એમાંથી બહાર આવીને મારા ખભા પર મૈત્રીભાવે હાથ મૂકયો, ને કહ્યું :
પશ્ચિમમાં તમારા જેવા મનુષ્યા વસે છે એ જાણીને આનંદ થાય છે. તમારી યાત્રા નકામી નથી ગઈ. કારણ કે તમને ઘણુંઘણું જાણવાનું મળશે. જે દિવસે પ્રાર્ધે આપણને એક જ જગ્યાએ ભેગા કરી દીધા એ દિવસ મારે માટે સાચેસાચા સુખના દિવસ