________________
૧૦૨
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
પદ્ધતિ પ્રમાણે કામ કરવા પાણીમાં ચાલતા હતા. નાવડીમાં બેસીને કે કિનારે રહીને માછલાં પકડવાને બદલે જાળ તથા ટાપલા લઈ એ કમરખૂડ પાણીમાં ઊભા રહેતા.
સુંદર પીંછાંવાળાં પખી નદી તરફ ઊડચા કરતાં એથી તા આખાય દેખાવ વધારે સુંદરતા ધારણ કરતા. દરિયાની દિશામાંથી અમારી તરફ વાતા મદ્રુમદ ખુશનુમા પવનને લીધે વાતાવરણ થાડુ ક સુગંધીદાર લાગતું. એટલામાં તેા રસ્તે આવી પહેાંચ્યું! તે નદીના ત્યાગ કરતાં મને ખેદ થયા. ધીમે સ્વરે ખેાલતું ડુક્કરનુ ટાળુ અમારી પાસેથી પસાર થયું. એમને હાંકનારી પછાત કામની ભૂરા રંગવાળી સ્ત્રી એમના પર વાંસની લાકડીના પ્રહાર કર્યા કરતી.
બ્રહ્મ અમારી તરફ ફરીને આખરે અમારી વિદાય લીધી. મેં એમને ફરીથી મળવાની ઇચ્છા બતાવી. એમણે એ ઇચ્છાને સ્વીકાર કર્યાં. એ પછી મેં વધારે સાહસ કરીને પૂછી જોયુ કે તે પાતે મારે ત્યાં પધારવાની કૃપા કરશે કે કેમ ! મારા બ્રાહ્મણ સાથીદારના ઊંડા આશ્ચર્ય વચ્ચે યેાગીએ સાંજના મને મળવા માટે આવવાની સત્વર હા પાડી.
અધારું થવા આવ્યું એટલે બ્રહ્મના આગમનની હું આતુરતાપૂર્વીક રાહ જોવા માંડયો. મારા મનમાં ભાતભાતના પ્રશ્નો ધેાળાવા લાગ્યા. એમની ટૂંકી આત્મકથા મને ભારે રહસ્યમય લાગેલી અને એમના વિચિત્ર વ્યવહારે મને નવાઈ પમાડેલી.
નોકરે એમના આવવાની ખબર આપી એટલે એમના સ્વાગતમાં એસરીમાંથી થાડાં પગથિયાં ઊતરી, બે હાથ જોડીને હું સામે ગયેા. મેં ઘેાડા જ વખતમાં શીખી લીધેલી હિંદુ સ્વાગતની એ સામાન્ય વિધિ પશ્ચિમના લેાકને જરા વિચિત્ર લાગશે. એ વિધિ સૂચવે છે કે મારા અને તમારા આત્મા એક જ છે. એ વિધિ હરતધૂનનનો ભારતીય વિકલ્પ હેાવા છતાં. કાઈ અંગ્રેજ એ વિધિ કરી બતાવે છે ત્યારે એ ઘટના વિરલ હેાવાથી, ભારતવાસીઓને