________________
અડિયાર નદીના યોગીને મેળાપ
૧૧૧
હજારો વરસો પહેલાં નીચે મેદાની પ્રદેશમાં આવ્યા ત્યારે ત્યાં રહેતા પ્રવિડિયનોને તેમણે દક્ષિણમાં હાંકી કાઢયા. વિડિયો આર્યોના ધર્મને આત્મસાત કરી ચૂક્યા હોવા છતાં આજ સુધી અલગ રહ્યા છે. ધખધખતા સૂર્યને લીધે એમની કાળી પડી ગયેલી ચામડી પરથી કેટલાક માનવજાતિશાસ્ત્રીઓ એમ માનવા પ્રેરાય છે કે સૌથી પહેલાં એમનું મૂળ ક્યાંક આફ્રિકામાં હોવું જોઈએ. બીજા કેટલાક પુરાવા પણ એવું માનવા પ્રેરિત કરે છે. આખા દેશ પરના એમના એકાધિપત્યના એ આરંભના દિવસોની જેમ દ્રવિડિયનો આજે પણ લાંબા વાળ રાખીને પાછળ અંબોડો વાળે છે, અને એમની અર્ધ ઉચ્ચારેલી મહત્ત્વની ભાષા બોલે છે. એમાં સૌથી અગત્યની ભાષા તામિલ છે.
બ્રહ્મ વિશ્વાસપૂર્વક કહી બતાવ્યું કે આર્યોએ બીજી કેટલીક વસ્તુઓની જેમ યોગનું જ્ઞાન પણ એમની પોતાની જાતિ પાસેથી જ મેળવેલું પરંતુ જેમની આગળ મેં એ દાવો રજૂ કર્યો તે વિદ્વાન હિન્દુઓએ તેને નિરાધાર તથા જંગલી કહીને નકારી કાઢો. એટલા માટે ભારતના મૂળ રહેવાસી તરીકેનો બીજો ઓછો મહત્ત્વનો મુદ્દો મેં એક બાજુએ મૂકી દીધે.
યૌગિક શરીરશાસ્ત્ર પર કોઈ મહાનિબંધ લખવાનો વિચાર હું નથી કરી રહ્યો, એટલે શરીરસંયમના યોગમાં મહત્ત્વની મનાતી, શારીરિક અવસ્થાઓને શીખવનારી તથા સાચવવામાં મદદ કરનારી બેત્રણ ક્રિયાઓનો ઉલ્લેખ કરીને જ સંતોષ માનીશ. તાડવૃક્ષોના ઝુંડની વચ્ચે કે મારા નીરસ જેવા ઘરમાં બ્રહ્મ મને જે વીસ કે વધારે આસને કરી બતાવ્યાં તે દરમિયાન શરીરને સારી પેઠે મરડવામાં આવેલું. પશ્ચિમવાસીઓને તે કળાં, અશક્ય, અથવા બંને જાતનાં લાગે તેમ છે. એમાંનાં કેટલાંકમાં તે પગને ઊંચા કરીને બંને ઘૂંટણને સરખાં રાખવાનાં હતાં, અથવા હાથની આંગળીઓ પર આખા શરીરને સ્થિર રાખવાનું હતું. કેટલાકમાં પીઠ પાછળ હાથ રાખી હાથને પાછા આગળ લાવવા પડતા, તો