________________
૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
માણસોને મળીને એની માહિતી મેળવવાને મેં પ્રયત્ન કર્યો, અને તામિલ ભાષાનાં, યેગીઓ વિશેની રસપ્રદ સામગ્રી પૂરી પાડનારાં પુસ્તક પણ મેળવ્યાં. રણપ્રદેશમાંથી પસાર થતા ઘોડેસવારને તરસ લાગે તેવી જ રીતે મારા મનમાં એમના સંબંધી વિશેષ માહિતી મેળવવાની તરસ લાગી. પરંતુ હું એવી અવસ્થા પર પહોંચ્યો કે
જ્યારે વધારે જાણવાનું અશક્ય થઈ પડયું. એક દિવસ મારાં પુસ્તકનું એક વાક્ય મેં ફરી વાંચ્યું: “યોગમાર્ગમાં સફળતા મેળવવા માણસે ગુરુ કરવા જોઈએ.” એ શબ્દોની અસર મારા પર ઘણી ભારે થઈ. મને થયું કે ઘર છોડીને પ્રવાસ કરવાથી જ ગુરુની પ્રાપ્તિ થઈ શકશે. મારાં માતાપિતાએ એની રજા ન આપી. બીજું શું કરવું એની સમજ ન પડવાથી, મેં જેની થોડીક માહિતી મેળવેલી તે પ્રાણાયામની ક્રિયાઓ મેં છૂપી રીતે કરવા માંડી. એ અભ્યાસથી મને લાભ ન થયો, ઊલટું નુકસાન થયું તે નફામાં. નિષ્ણાત ગુરુના માર્ગદર્શન વિના એ ક્રિયાઓ ન કરવી જોઈએ તે હું ન સમજી શક્યો; પરંતુ મારી આતુરતા એવી હતી કે ગુરુની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી હું રાહ જોઈ શકું જ નહિ. પ્રાણાયામની એ પ્રારંભિક ક્રિયાઓની અસર થોડા જ વખતમાં દેખાવા માંડી. મારા માથાની ઉપરના ભાગમાં એક નાનીસરખી ચિરાડ દેખાઈ ખાપરી એની નબળી જગ્યાએથી ફાટી ગઈ છે એવું જોઈ શકાયું. એમાંથી લોહીની ધારા વહેવા માંડી અને મારું શરીર ઠંડુગાર તથા જડ બની ગયું. મને લાગ્યું કે હવે મરી જવાશે. બે કલાક પછી મારી અંતરઆંખ આગળ એક અલૌકિક દૃશ્ય દેખાયું. મેં એક મહાન યેગીની આકૃતિ જોઈ. એ યોગીપુરુષે મને કહ્યું : “પ્રાણાયામની ગુપ્ત સાધનાધારા કેવી ભયંકર દશાએ પહોંચી જવાયું તે જોયુ ને ? આમાંથી તારે સખત બોધપાઠ લેવાનો છે.” એટલું કહીને યોગી અદશ્ય થઈ ગયા. પરંતુ એ પ્રસંગ પછી મારી દશા સુધરવા માંડી અને છેવટે હું સંપૂર્ણ સાજો થઈ ગયો. જો કે માથામાં હજુ ચાહું તે રહી જ ગયું છે.”