________________
અડિયાર નદીના પેગીને મેળાપ
ત્યારે તો તમે શિષ્ય છે !” “હા. હજુ તે મારે ઘણું ટેકરીઓ પર ચડવાનું બાકી છે. અમારી યોગક્રિયાના રોજના અભ્યાસ પાછળ મેં સતત બાર વરસ પસાર કર્યા છે.”
એને પરિણામે તમે અસાધારણ શક્તિ મેળવી છે ?” બ્રહ્મ માથું હલાવ્યું, પણ ગાઢ મૌન રાખ્યું.
એ વિચિત્ર લાગતા યુવાન યોગીએ મને વધારે ને વધારે આકર્ષ્યા. તમે ગી કેવી રીતે બન્યા તે પૂછી શકું છું?” મેં કાંઈક અનિશ્ચયાત્મક સ્વરે પૂછી જોયું.
પહેલાં તો એને ઉત્તર ન મળે. અમે ત્રણે તાડવૃક્ષની નીચે બેસી રહ્યા. નદીને સામે કિનારેથી નાળિયેરીનાં વૃક્ષોમાં ફરનારા કાગડાના કર્કશ શબ્દો સંભળાયા કરતા હતા. એમની સાથે વૃક્ષો પર કૂદતા વાંદરાના અવાજ ભળી જતા હતા. કિનારા પરના પાણીને મલિન છાંટા પણ ઊડયા કરતા હતા.
ખુશીથી.” બ્રહ્મ એકાએક ઉત્તર આપ્યો. મને લાગ્યું કે મારા પ્રશ્નની પાછળ સામાન્ય કુતૂહલ કરતાં કશુંક વધારે છે તેની તેમને ખાતરી થઈ છે. હાથને શાલની પાછળ રાખી, નદીના દૂરના તટ પરના કોઈ પદાર્થ તરફ દષ્ટિને સ્થિર કરીને, તે બેલ્યા :
બાળક તરીકે મારો સ્વભાવ શાંત અને એકાકી હતો. બાળકની સામાન્ય તેમાં મને કોઈ જાતને આનંદ આવતો નહિ. બીજાની સાથે રમવા કરતાં ખેતર કે વાડીએમાં ફરતા રહેવાનું વધારે ગમતું. મારા જેવા વિચારશીલ બાળકને બહુ ઓછા લેકે સમજી શકતા, અને એ વખતના જીવનમાં હું સુખી હતો એમ નહિ કહી શકું. બારેક વરસની ઉંમરે, એકાએક અવસર મળતાં, મને મેટા માણસોની વાત સાંભળવા મળી અને એ વાત પરથી જ યોગનું અસ્તિત્વ છે એ વાત હું સમજી શક્યો. એ ઘટનાએ મારામાં યોગ વિશે વધારે જાણવાની ઈચછા પેદા કરી. કેટલાક
કે મારા
તરફ
ની પાછળ વધારે છે
- ૧ બાળ