________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
“તમે કઈ યોગપદ્ધતિને અભ્યાસ કરે છે?”
મારી પદ્ધતિ શરીરસંયમની છે. બધી જાતના યોગોમાં એ સૌથી કઠિન છે. શરીર તથા પ્રાણની સામે જક્કી ખચ્ચરની સાથે લડતા હોઈએ તેમ લડવું જોઈએ, તેમ જ તેમને જીતવાં જોઈએ. એ પછી જ્ઞાનતંતુઓ તથા મન પર સહેલાઈથી સંયમ સાધી શકાય છે.”
એથી શું લાભ થઈ શકે ?” બ્રહ્મ નદી તરફ દષ્ટિ સ્થિર કરી.
“શરીરનું આરોગ્ય, મજબૂત ઈચ્છાશક્તિ, અને દીર્ધ જીવન એ એના થોડાક લાભ છે.” એમણે કહેવા માંડયું: “જેને આધાર લઉં છું એ અભ્યાસમાં સિદ્ધહસ્ત બનનારા યોગીની માંસપેશીઓ લોખંડી બની જાય છે. કોઈ પણ પ્રકારની પીડાથી એ ચલિત નથી થતો. હું એક એવા પુરુષને જાણું છું જેમની ઉપર ડોકટર દ્વારા ઓપરેશન કરવાનું હતું. એમને બેભાન બનાવવા કઈ દવા નહતી આપવામાં આવી. તોપણ એમણે એ કોઈ પણ પ્રકારના બડબડાટ વગર સહન કર્યું. એવા પુરુષે કોઈ જાતનું બાહ્ય રક્ષણ ન હોય તોપણ, કેઈ પણ પ્રકારની તકલીફ સિવાય ભયંકર ઠંડી પણ સહી શકે છે.
નોટબુક કાઢી; કારણ કે મને લાગ્યું કે અમારે વાર્તાલાપ મારા ધાર્યા કરતાં વધારે રસમય બને તે હતો. મારી મિતાક્ષરી નેંધ જોઈને બ્રહ્મ ફરી વાર સ્મિત કર્યું, પરંતુ એને વિરોધ ન કર્યો.
'તમારી યોગપદ્ધતિ વિશે વધારે કહો તો સારું. મેં માગણું કરી.
મારા ગુરુદેવે બરફથી ઢંકાયેલી હિમાલયની વિશાળ પર્વતમાળીમાં ફક્ત તજના જેવા રંગને ઝભ્ભો પહેરીને વાસ કરેલ. પાણી તરત જ થીજી જાય એવા ઠંડા સ્થાનમાં બે કલાક સુધી બેસી શકે છે. છતાં તેમને કશી તકલીફ નથી પડતી. અમારા એગમાં એવી શક્તિ છે.”