________________
અડિયાર નદીના યાગીના મેળાપ
હાથના સંકેત કર્યો. એ અમને પાસેના ઊંચા તાડવૃક્ષ પાસે લઈ ગયા અને એમણે અમને પેાતાની સામે બેસવાના શાંત સંકેત કર્યાં. પછી એ પોતે પણ જમીન પર બેસી ગયા.
એમણે બ્રાહ્મણની સાથે તામિલ ભાષામાં ઘેાડીક વાત કરી. મે' જોયું કે એમનામાં ખાસ પ્રભાવ પાડવાની શિત છે અને એમના વ્યવહાર લગભગ સંગીતમય છે.
૯૫
:
યેાગી તમારી સાથે વાત કરવાની તૈયારી બતાવે છે.' મારા સાથીદારે મને સમજાવ્યું, અને પછી પેાતાના તરફથી કહી બતાવ્યું કે યેાગીએ નદીના વણખેડાયેલા ભાગ પરથી કેટલાંય વરસા સુધી મુસાફરી કરી છે.
સૌથી પહેલાં તા મેં યાગીનું નામ પૂછ્યું. એના જવાબમાં મને નામેાની એવી તેા લાંબી હારમાળા કહેવામાં આવી કે એમને હું તરત જ નવે નામે ઓળખતા થયા. મને ખબર પડી કે એમનું પહેલું નામ ‘ બ્રહ્મસુગાન’દા ’ હતું, બીજા ચાર એવાં જ લાંબાં કે એથી પણ લાંબાં નામ એમણે ધારણ કરેલાં, અને એમને બ્રહ્મને નામે ઓળખવાનું જ વધારે સારું હતું. એમનું દરેક નામ એટલા બધા અક્ષરાનું બનેલું હતું કે જો પાંચે નામને લખવા બેસું તે! એમના શબ્દોથી કાગળના કેટલાય ભાગ ભરાઈ જાય. એ યુવાન યાગીની નામાવિલ મારા પર પ્રભાવ પાડનારી અને મને મૂંઝવણમાં મૂકનારી સાબિત થઈ એટલે એ નામેાની જાહેરાત જરૂરી નથી લાગતી. અપરિચિત વાચકેાની સરળતા ખાતર એમના ઉલ્લેખ બ્રહ્મને નામે જ કરતા રહીશ. વાતચીત દરમિયાન મેં એમને માટે એ ટૂંકું નામ જ નક્કી કરેલું.
<
એમને જણાવા કે મને યાગમાં રસ છે અને હું એ વિશે કાંઈક જાણવા માગું છું.” મેં કહ્યું.
એ વાકયના અનુવાદ સાંભળીને યાગીએ માથું હલાવ્યું. · હા. મને તેની ખબર છે.’ એમણે સ્મિતપૂર્વક ઉત્તર આપ્યા ઃ સાહેબને ઇચ્છાનુસાર પ્રશ્નો પૂછવા દે.’