________________
८४
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
એ વખતે મદ્રાસની લોકભાષા તામિલને એક જ શબ્દ હું જાણતો હતો, અને યોગીને અંગ્રેજીનું એથીય ઓછું જ્ઞાન હતું એમાં શંકા નહતી. દક્ષિણમાં બહુ ઓછા લેકે હિંદીનું જ્ઞાન ધરાવે છે એની મને માહિતી નહોતી. સદ્ભાગ્યે બ્રાહ્મણને લાગ્યું કે એ દિશામાં મને એકલો ન મૂકવો જોઈએ; એટલે એ મારી મદદે આવ્યા. - એમણે ઉતાવળા, ક્ષમા માગતા સ્વરમાં તામિલમાં કાંઈક કહેવા માંડયું.
યોગીએ ઉત્તર ન આપ્યો. એમની મુખાકૃતિ ગંભીર થઈ, આંખ શુષ્ક તથા પ્રતિકૂળ બની ગઈ.
બ્રાહ્મણે મુશ્કેલીમાં મુકાયા હોય તેમ મારી તરફ જોવા માંડયું. લાંબા સમય સુધી શાંતિ રહી. બંનેમાંથી કોઈને ન સમજાયું કે શું કરવું ! મને સખેદ સમજાયું કે યોગીઓને બોલતા કરવાનું કામ કેટલું બધું કપરું છે. એમની મુલાકાત લેવામાં આવે તે એમને નથી ગમતું અને પોતાના અંગત અનુભવો વિશે બીજાની સાથે વાત કરવાનું પણ તેમને પસંદ નથી પડતું. યુગ સંબંધી સહાનુભૂતિ કે સમજ ન ધરાવનારા ટોપાવાળા અંગ્રેજ માટે પોતાની ઊંડી શાંતિને ભંગ કરવાનું કાઈ કહે છે તે તેમને નથી ગમતું.
એ લાગણીની સાથે એક બીજી લાગણી પણ ઉત્પન્ન થઈ. મેં આશ્ચર્ય વશ થઈને અનુભવ્યું કે યોગી મારું બારીક નિરીક્ષણ કરી રહ્યા છે. મારા પર એવી છાપ પડી કે મારી અંદરના વિચારોને એ માનસિક રીતે તપાસી રહ્યા છે. છતાં, બહારથી જોતાં એ અલિપ્ત અને ઉદાસીન દેખાતા. એ બાબતમાં મારી ભૂલ તો નહોતી થતી ને ?
પરંતુ હું કેઈ સૂક્ષ્મદર્શક યંત્રથી જેવાતે માનવપદાર્થ બની ગયે છું એવી વિચિત્ર લાગણીમાંથી મુક્તિ તો ન જ મેળવી શકાઈ.
બ્રાહ્મણે નિરુત્સાહ બનીને મને વિદાય થવાની સૂચના કરી. એકાદ મિનિટમાં જ એમના શાંત આગ્રહને વશ થઈને પરાજિત બનીને હું પાછું વળ્યું હતું, પરંતુ ત્યાં તે યોગીએ અચાનક