________________
અડિયાર નદીના ગીને મેળાપ
૩
મારે એમની સાથે વાત કરવી છે. આપણે પાછા ફરીએ.” મેં સૂચવ્યું.
બ્રાહ્મણે સખત વિરોધ કર્યો. એનો કઈ અર્થ નથી.” હું કોશિશ તો કરી જોઉં.” મેં ઉત્તર આપે. બ્રાહ્મણે મને ફરી વાર સમજાવવા પ્રયાસ કર્યો.
“એમની પાસે પહોંચવાનું એટલું બધું અઘરું છે કે અમે એમને વિશે ભાગ્યે જ કશું જાણી શક્યા છીએ. પિતાના પડોશીએથી પણ એ અલગ રહે છે. આપણે એમની વૃત્તિમાં વિક્ષેપરૂપ ન થવું જોઈએ.”
છતાં મેં એ નામી યોગીની દિશામાં ચાલવા માંડયું. એટલે મારા સાથીદાર માટે મારું અનુકરણ કરવા સિવાય બીજો કોઈ રસ્તો ન રહ્યો.
અમે એ યોગીની પાસે જઈ પહોંચ્યા. અમારી હાજરીની જરા પણ જાણ ન હોય તેમ એ ધીમે પગલે આગળ વધતા ગયા. અમે પણ એમની પાછળ પાછળ ચાલવા માંડયું.
હું તેમની સાથે વાતચીત કરી શકું કે કેમ તે જરા પૂછી જુઓ” મેં મારા સાથીદારને કહ્યું. એ અટક્યા અને પછી માથું હલાવીને ધીમે સ્વરે બોલ્યા : “ના. મારાથી એવું નહિ પુછાય.
એક કીમતી સમાગમને ખોઈ બેસવાની દુઃખદ શક્યતાએ મને વધારે પ્રયત્ન કરવા પ્રેરિત કર્યો. યોગીને મારે પોતે જ બોલાવવા એ સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. હિંદુ અથવા અંગ્રેજ તરીકેની બધી જ રીતભાત કરે રાખીને હું એમના માર્ગમાં એમની આગળ ઊભો રહ્યો. હિંદીના નાના ભંડારમાંથી મેં એક ટૂંકું વાક્ય બોલી બતાવ્યું. એમણે ઉપર જોયું. એમના મોઢા પર સ્મિતની રેખા ફરી વળી, પરંતુ મસ્તકની મદદથી એમણે નકારાત્મક સંકેત કર્યો.