________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
જતી. એક સવારે એ સુંદર જલપ્રવાહ પાસે મારી રસવૃત્તિ જાણનારા એક બ્રાહ્મણ સાથે હું ધીમે પગલે ચાલતે હતો. થોડાક વખત પછી એણે ઓચિંતે મારો હાથ પકડ્યો ને કહ્યું: “જુઓ. આપણું તરફ આવી રહેલા પેલા યુવાનને જોઈ શકે છે ? એ ભેગી તરીકે ઓળખાય છે. એ તમને રસ પૂરો પાડશે, પરંતુ અમારી સાથે તે એ કદીય વાત નથી કરતા.
કારણ ? ”
એમના નિવાસસ્થાનની મને ખબર છે. પણ આખાય વિસ્તારમાં એ સૌથી વધારે એકાંતિક સ્વભાવના માણસ છે”
. એટલામાં તો પેલા અજાણ્યા પુરુષ અમારી પાસે આવી પહોંચ્યા. એમનું શરીર પહેલવાન જેવું હતું. એમની ઉંમર આશરે પાંત્રીસ જેટલી લાગી. કદ મધ્યમ કરતાં જરાક વધારે હતું. એમના હબસીને મળતા આવતા મુખને જોઈ મને અત્યંત આશ્ચર્ય થયું. કાળી મેશ જેવી ચામડી, પહોળું સપાટ નાક, જાડા હોઠ અને માંસલ કાયા પરથી જણાતું કે એમનું લેહી અનાર્ય છે. એમના લાંબા સારી રીતે ઓળેલા વાળ મસ્તકની આજુબાજુ એકઠા થયા હતા. એમણે એક વિશિષ્ટ પ્રકારનું એરિંગ પહેર્યું હતું. શરીરે વીંટેલી સફેદ શાલ એમના ડાબા ખભાની ઉપર પથરાયેલી હતી. પગ ખુલ્લા હતા તથા એમના પર કોઈ કપડું પણ નહોતું વીંટેલું.
અમારા તરફ જરીક પણ ધ્યાન આપ્યા વિના એ ધીમે પગલે આગળ ચાલ્યા. ધરતીમાં કશુંક ટૂંઢવા માગતી હોય એવી રીતે એમની આંખ નીચે નમેલી હતી. એવું લાગતું કે એ આંખની પાછળનું મન કેઈક વિષયને ઊંડે વિચાર કરી રહ્યું છે. મને થયું કે ચાલતાં ચાલતાં એ શેનું ધ્યાન ધરી રહ્યા હશે ?
એમને જોઈને મારી જિજ્ઞાસા તથા રસવૃત્તિ વધી પડ્યાં. અમને અલગ કરનારી વાડને તોડી નાખવાની ઉત્કટ ઇચછાએ મારા પર કાબૂ મેળવ્યા.