________________
અડિયાર નદીના યોગીને મેળાપ
૯૧
મળેલા અવસર દરમિયાન રજૂ કરાયેલી શંકાઓ તથા અપાયેલી ચેતવણીઓ યથાર્થ હતી. મને એવી પણ ખાતરી થઈ કે મેં ઉપાડેલા કામની પૂર્તિ મારે માટે મુશ્કેલ થઈ પડશે. સંત પુરુષો એમની બધી જ વિભિન્નતાઓમાં જોવા મળ્યા, પરંતુ એમને માટે પૂરેપૂરું આકર્ષણ ન થયું. અલૌકિક અંતર્ભાગોને લીધે કાંઈક વધારે બતાવવાની આશા આપતાં મંદિરોમાં પણ ફરી વળ્યો. પવિત્ર પ્રાંગણમાંથી પસાર થઈને ગર્ભદ્વાર આગળ પણ ઊભે રહ્યો. અંદર ડકિયું કરીને, પોતાની પ્રાર્થનાઓ એમના ઈષ્ટ દેવતાને કાને સંભળાય એટલા માટે પ્રાર્થના કરતાં ઘંટ વગાડતા કટ્ટર ભકતોનાં દર્શન કર્યા.
હું મદ્રાસ આવી પહોંચ્યા. એને વિશાળ રંગીન દેખાવ મને ગમી ગયો. શહેરથી બે માઈલ જેટલે દૂર આવેલા સુંદર વિસ્તારમાં હું રહેવા માંડ્યો. જેથી અંગ્રેજો કરતાં ભારતવાસીઓના સંપર્કમાં સહેલાઈથી આવી શકાય. મારું ઘર બ્રાહ્મણોની શેરીમાં હતું. રસ્તો ધૂળના જાડા થરથી ઢંકાયેલો હતો. એમાં મારા જેડા ડૂબી જતા. બાજુમાં પગદંડી કારી કાઢેલી. વીસમી સદીના સુધારાના સ્પર્શથી બધું મુક્ત હતું. ધોળેલાં ઘરને થાંભલાવાળાં છાપરાનાં પ્રવેશદ્વાર તથા ખુલ્લાં આંગણાં હતાં. મારા ઘરની અંદરના ભાગમાં લાદીવાળો ચોક અને એની આજુબાજુ કઠેરે હતો. જૂના કૂવામાંથી પાણું ડાલ દ્વારા કાઢવું પડતું હતું.
એ વિસ્તારમાં આવેલી બેત્રણ શેરીઓને છેડીને દૂર જવાથી જે સુંદર દશ્યો જોવા મળતાં તે અનેરો આનંદ પૂરો પાડતાં. તપાસ કરતાં ખબર પડી કે અડિયાર નદી તો ફકત અડધા કલાકથી પણ એાછા વખતમાં પગપાળા પહોંચી શકાય તેટલી નજીક છે. એની પાસે કેટલાંક છાયાવાળાં તાડનાં વૃક્ષો હતાં. તે ઘણું જ સુંદર દેખાતાં. હું મારે નવરાશને વખત એમની વચ્ચે આંટાફેરા કરવામાં અથવા મંદ રીતે વહેતા પાણીને કાંઠે કાંઠે થોડાક માઈલ ચાલવામાં વ્યતીત કરતે.
શહેરની દક્ષિણ સીમા નક્કી કરનારી અડિયાર નદી મદ્રાસમાંથી વહીને સમુદ્રનાં ઉપર અને નીચે ઊઠતાં અનંત મજામાં મળી