________________
અડિયાર નદીના પેગીને મેળાપ
હાથ વારંવાર મારા ઘડિયાળની આજુબાજુ ફરી વળતા હતા, કેલેન્ડર પરથી અઠવાડિયાં વિદાય થતાં હતાં અને દક્ષિણના મેદાની પ્રદેશમાંથી પસાર થતો હું આગળ ને આગળ વધતો જતો હતે. કેટલાક નોંધપાત્ર સ્થળની મુલાકાત મેં જરૂર લીધી. પરંતુ નોંધપાત્ર મનુષ્યો ઓછા મળ્યા. જેની મને માહિતી નહોતી, પણ જેનું હું અંધાનુકરણ કરી રહ્યો હતો, એવી કોઈ ગૂઢ બળવાન શક્તિ મને દરતી હતી. એથી પ્રેરાઈને પ્રવાસીની પેઠે હું આગળ વધતે. જતો હતો.
છેવટે મેં મદ્રાસની ગાડી પકડી. ત્યાં રોકાવાને ને છેડે વખત સ્થિર થવાને મને વિચાર આવ્યો. રાતની લાંબી મુસાફરી દરમિયાન ઊંઘવાનું કામ કઠિન લાગ્યું ત્યારે, મારા પશ્ચિમ ભારતના પ્રવાસને પરિણામે મને જે મોટા ફાયદા થયા હતા તેને વિચાર મેં કરવા માંડો.
મારે એટલું તે કબૂલ કરવું જ પડયું કે જેની શોધને લીધે થોડું ઘણું પણ ગૌરવ લઈ શકાય એ એકે યોગી મને આજ સુધી નથી મળ્યો. કાઈક ઋષિના દર્શનને વિચાર પણ મારા મનના ઊંડાણમાં જ રહી ગયા છે. બીજી બાજુએ, ભળતી માન્યતાઓ, વહેમ અને ગૂંગળાવનારી રૂઢિઓનું દર્શન મેં મોટા પ્રમાણમાં કર્યું હતું. એને લીધે મને લાગ્યું કે મુંબઈમાં કેટલીક વ્યક્તિઓને મળવાના