________________
મારી પયગંબર સાથેની મુલાકાત
પરંતુ એ સ્ત્રીની ઉમર સોની નજીક હતી. મને ચેતવવામાં આવેલો કે એની દશા નબળી હોવાથી એની સાથે વધારે વાર્તાલાપની છૂટ નહિ આપી શકાય. એક વિચારે મને ભારે અસર કરવાથી મેં ધીરેથી બહાર નીકળવાની તૈયારી કરી. મને થયું કે એની ખાલી આંખ પરથી સૂચના મળે છે કે એ મૃત્યુની નજીક છે. જીર્ણ શરીરમાંથી મન બહાર નીકળતું પરંતુ વિચિત્ર લાગતી આંખ દ્વારા દુનિયાને નજી અનુભવ કરવા માટે અવારનવાર પાછું ખેંચાઈ આવતું.(કેટલાક મહિના પછી મેં એની મુલાકાત લીધી. એનું મૃત્યુ નજદીક હોવાને મરે ખ્યાલ સાચો પડ્યો. મારી મુલાકાત પછી તરત જ એનું મૃત્યુ થયું.)
હોટલમાં આવીને મેં મારા અનુભવોનું સરવૈયું કાઢયું. મારી ખાતરી થઈ કે એ સ્ત્રીના આત્માએ કઈક ઊંડી આધ્યાત્મિક અવસ્થાની પ્રાપ્તિ કરી છે. મારા અંતરમાં એના પ્રત્યે આદરભાવ ઉત્પન્ન થયો. મને લાગ્યું કે એના સંસગે મારા રોજિંદા વિચારપ્રવાહોને બદલી નાખ્યા છે, અને વૈજ્ઞાનિકોની આટલી બધી શે ને શંકાઓ પછી પણ જે રહસ્યમય તત્વ આપણું પૃથ્વી પરના જીવનને વીંટી વળ્યું છે તે તત્વની અવર્ણનીય ભાવના મારા મનમાં પેદા કરી. મને સ્પષ્ટ રીતે સમજાયું કે આ મહાન સમસ્યામય જગતમાં મૂળ રહસ્યને ઉકેલ કરવાનો દાવો કરનારા વૈજ્ઞાનિક લેખકે તો સપાટી પરની ઉપલક ખણખોદ કરવાનું જ ધંધે કર્યા કરે છે. છતાં પણ એ વાતની સમજ તો મને ન જ પડી કે એ સ્ત્રી ફકીરને સાધારણ સંપર્ક મારા મનની કેટલીક મજબૂત માન્યતાઓના પાયા હલાવનારો કેવી રીતે થઈ શક્યો.
એણે ભાખેલી સૂક્ષ્મ ભવિષ્યવાણી મારા મનમાં પુનરાવતાર પામી. એને ભાવાર્થ મારાથી ના સમજી શકાયો. મને ભારતમાં કોઈએ પણ નથી બોલાવ્યો. મારા તરંગોથી પ્રેરાઈને હું પોતે જ સ્વતંત્ર રીતે નહોતો આવ્યો ? એ ઘટના પછી લાંબે વખતે, છેક આજે આ શબ્દો લખું છું ત્યારે માનું છું કે હું થોડું થોડું સમજી શકું છું. મારા માનનીય, એ દુનિયા ખરેખર અજબ છે !