________________
૮૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
માથું ફેરવ્યું, માત્ર હાડકાં તથા ચામડીને આધારે જ ટકી રહ્યો હેય એ હાથ ફેલાવ્યો, અને મારો હાથ હાથમાં લીધો. એણે એને મજબૂત રીતે પકડી રાખીને અલૌકિક આંખે મારી તરફ તાકીને જેવા માંડ્યું.
એ આંખ મારે માટે કોયડારૂપ બની ગઈ. એ એકદમ ખાલી તથા કાંઈ પણ ન સમજતી હોય તેવી લાગવા માંડી. ત્રણ કે ચાર મિનિટ સુધી તેણે શાંતિપૂર્વક મારો હાથ પકડી રાખ્યો અને મારી આંખમાં શૂન્યવત્ જોયા કર્યું. એની દષ્ટિ જાણે કે મારી અંદર ઊંડી ઊતરી ગઈ. એ લાગણું અત્યંત અનેરી હતી. મને સમજાયું નહિ કે મારે શું કરવું...
આખરે પિતાને હાથ પાછો ખેંચી લઈને કેટલાક વખત સુધી એણે કપાળ પર ફેરવ્યા કર્યો. પછી મારા ભોમિયા તરફ ફરીને એને એણે કાંઈક કહ્યું પરંતુ એ કથન ત્યાંની સ્થાનિક ભાષામાં હોવાથી હું એને અર્થ ન સમજી શક્યો.
એણે એને અનુવાદ કરી બતાવ્યો ?
એને ભારતમાં બોલાવવામાં આવ્યો છે અને એની સમજ એને થોડા વખતમાં જ પડી જશે.'
થોડીક વાર અટક્યા પછી એણે બીજું વાક્ય બોલો બતાવ્યું. એને સ્વર અત્યંત ધીમો હતો. પરંતુ એનો અર્થ જાહેર કરવા કરતાં મારી સ્મૃતિમાં અકબંધ રહે એ જ બરાબર છે.
એને સ્વર અતિશય ઝીણો હતો. એના શબ્દો ઉચ્ચાર ધીમેથી અને ખૂબ મુશ્કેલીથી થતો. આવી વાવૃદ્ધ, નબળી, હાડકાંના માળખા જેવી આકૃતિમાં, આવી ખંડિત બાંધાની નબળી વ્યક્તિમાં, ચમત્કારિક શક્તિઓવાળે સાચા સંતને આત્મા હોય એ શું સંભવિત છે ખરું? એને અંદાજ કાને આવી શકે ? શરીરના અક્ષરોના આધાર પર આમાનાં પૃષ્ઠો વાંચવાનું સદાને માટે સારું-સહેલું નથી હતું.