________________
મારી પયગંબર સાથેની મુલાકાત
८७
પેાતાના સ્વત ંત્ર દૃષ્ટિકાણને લીધે જજ ખંડાલાવાળા મારા પર છાપ પાડી શકા.મહેરબાળાએ જેમને આ જમાનાની ઉત્તમ આધ્યાત્મિક વિભૂતિએમાંની એક ’ તરીકે એળખાવેલા એ ઉપાસની મહારાજ પ્રત્યે એમણે અણુગમા બતાવ્યા, પરંતુ સાથેસાથે કાઈ નૃતના સંકાચ વિના એ પણ સ્વીકાર્યું કે મહેરબાબા પોતે પ્રામાણિક છે અને પેાતાની આત્મિક ઉન્નતિમાં પણ વિશ્વાસ રાખે છે. અલબત્ત, એ ઉન્નતિની સાબિતી નથી મળી શકી.
પુના પહેાંચીને છાવણની એક હાટલમાં ઉતારા કરીને મે હઝરત બાબાાનના નિવાસ તરફ મેટર હંકારી મૂકી, મારી સાથે એ સ્ત્રોને વ્યક્તિગત રીતે જાણનાર ભામિયાને લીધેા જે મારા ભાંગ્યાતૂટવા હિંદુસ્તાનીને સારી રીતે રજૂ કરી શકે.
વીજળીના દીવા તથા ઝાંખા નાના તેલના દીવાના વિચિત્ર, મિશ્રિત પ્રકાશવાળી એક સાંકડી શેરીમાં એનું દર્શન થયું. જતાંઆવતાં બરાબર જોઈ શકે એવી રીતે એક નીચી, લાંબી સુંવાળી પથારી પર એ સૂતી હતી. એસરીની વાડના સળિયા એને શેરીથી છૂટા પાડતા. લાકડાના આશ્રયસ્થાનની ઉપર લીમડાના વૃક્ષની ડાળીએ દેખાતી. એનાં સફેદ ફૂલ હવાને જરાક ફારમવંતી કરી દેતાં.
તમારે બૂટ કાઢી નાખવા જોઈએ.' મારા ભેામિયાએ મને ચેતવણી આપી. ‘ અંદર પ્રવેશતી વખતે બૂટ પહેરી રાખવા એ અપમાનજનક ગણાય છે.’
મેં એની સૂચનાના અમલ કર્યો અને એકાદ ક્ષણુ બાદ અમે એ સ્ત્રીની પથારી પાસે આવીને ઊભા રહ્યા.
એ વૃદ્ધા સ્ત્રી ચત્તી સૂતી હતી. એના માથા નીચે ઉશીકાં પડયાં હતાં. એના ચળકતા રેશમી વાળની ધવલતા ભારે કરચલીવાળા વન તથા તદ્દન નાના કપાળથી એકદમ જુદી જ તરી આવતી.
તાજેતરમાં શીખેલા હિંદુસ્તાનીના મારા નવા સંગ્રહમાંથી એકાદ વાકય ખેાલીને એ વૃદ્ધાને મેં મારી એળખાણુ આપી. એણે