________________
મારી પયગંબર સાથેની મુલાકાત
તમારી બધી શંકા દૂર થશે. મારા દાવાને તમે તમારા પિતાના જ વ્યક્તિગત અનુભવોથી સાબિત કરી શકશે. પછી પશ્ચિમમાં જઈને મારે માટે ઘણું લેકેને મેળવી શકશો.”
મારી અનુકૂળતા મુજબ પાછા ફરીને એમની સાથે એક મહિને રહેવાને મેં નિર્ણય કર્યો. પારસી સંતપુરુષના નાટકીય અભિનયવાળા ચારિત્ર્યને અને વિચિત્ર જેવા જીવનકાર્યને પરિચય હોવા છતાં, આખીયે વસ્તુને ખુલ્લા મનથી તપાસી જેવાને મેં નિશ્ચય કર્યો.
મુંબઈના ધમાલિયા શહેરી જીવનમાં થોડા વખત માટે પાછા ફરીને મેં પૂનાની ગાડી પકડી. આ પ્રાચીન દેશનું મારું પરિભ્રમણ શરૂ થવાની તૈયારીમાં હતું. | મહેરબાબાના જીવનમાં પોતાના આકસ્મિક પ્રવેશથી વિકાસની નવી રેખા પેદા કરનારી પેલી મુસલમાન વૃદ્ધ પવિત્ર સ્ત્રીએ મારા રસને જાગ્રત કર્યો. મને થયું કે એની ટૂંકી મુલાકાત અનુચિત નહિ લેખાય. મુંબઈમાં મેં એ સ્ત્રી વિશે કેટલીક પ્રાથમિક માહિતી મેળવી લીધેલી. ત્યાં રહેતા અને એને છેલ્લાં પચાસ વરસથી ઓળખતા ભૂતપૂર્વ જજ ખંડાલાવાળા દ્વારા જાણવા મળ્યું કે એની ઉમર ખરેખર ૯૫ વરસ જેટલી છે. મને એ વાતનું સ્મરણ થયું કે મહેરબાબાના અનુયાયીઓએ એ ઉમર ૧૩૦ની બતાવેલી, પરંતુ એવું વિધાન ઉત્સાહના અતિરકને લીધે અતિશયોક્તિના રૂપમાં જ કરવામાં આવેલું.
જજે એની કથા સંક્ષેપમાં કહી બતાવેલી. ભારત અને અફઘાનિસ્તાનની વચ્ચે આવેલા બલુચિસ્તાનની એ વતની હતી. નાની ઉમરમાં એણે ઘર છોડી દીધેલું. પગે ચાલીને લાંબાં તથા સાહસ ભરેલાં પરિભ્રમણ કરતાં કરતાં આ સૈકાની શરૂઆતમાં પૂના આવી પહોંચી અને એ પછી શહેર છોડીને ક્યાંય નથી ગઈ. પહેલાં તે
ભાઆ. ૨. ખો. ૬