________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
મારી પાસે રહે, તેા હું તમને મોટી શક્તિ પૂરી પાડીશ.' એમણે આગ્રહ કર્યો. · તમે ઘણા નસીબદાર છે. પશ્ચિમમાં જઈને કામ લાગી શકે તે માટે તમને ઉત્તમ પ્રકારની શક્તિએ મેળવી આપવામાં હુ* મદદરૂપ થઈશ.'
૪
એ અવિશ્વસનીય મુલાકાતના અંતિમ ભાગનું વર્ણન કરવું આવશ્યક નથી લાગતું. કેટલાક પુરુષે જન્મથી જ મહાન હેાય છે, કેટલાક મહાનતાની પ્રાપ્તિ કરે છે, અને બીજા કેટલાક પ્રેસપ્રતિનિધિ કે પ્રચારકને શોધે છે. મહેરબાબા એવા છેલ્લા ક્રમમાં માનતા હેાય એવું લાગ્યા વિના ના રહ્યું.
બીજે દિવસે મેં ત્યાંથી નીકળવાની તૈયારી કરી. મે' કામ ચલાઉ સમય પૂરતી સાષ આપે એવી પૂરતી પવિત્ર બુદ્ધિ તથા ભવિષ્યવેત્તા જેવી અગમચેતી મેળવી હતી. સંસારના દૂરના પ્રદેશામાં મેં મુસાફરી કરી છે તે ફક્ત ધાર્મિક વક્તવ્યા અથવા ઝળકતી જાહેરાતા સાંભળવા માટે નથી કરી. મારે વાસ્તવિકતાની જરૂર હતી, પછી તે વાસ્તવિકતાએ ભલે તે વિચિત્ર અથવા અસામાન્ય સ્વરૂપની હાય અને મારે વિશ્વાસપાત્ર પુરાવાની જરૂર હતી. વધારે સ્પષ્ટ રીતે કહું તેા કશુક વ્યક્તિગત જોઈતું હતું. જેનુ` મૂલ્યાંકન કે જેની કસેાટી કરીને હું પોતે સ તાજ મેળવું.
મારે। સરસામાન બંધાઈ ગયા. મેં નીકળવાની તૈયારી કરી. મહેરબાબા પાસે જઈને મેં એમની વિનયપૂર્વક રજા માગી. એમણે જણાવ્યું કે થાડાક મહિનામાં જ એ નાશિક શહેરની નજીકના એમના મુખ્ય નિવાસસ્થાનમાં પહેાંચી જશે. એમણે સૂચના કરી કે એમને ત્યાં મળીને મારે એમની પાસે એકાદ માસ વાસ કરવા.
‘તમારી અનુકૂળતાએ ત્યાં જરૂર આવજો. હું તમને ઉચ્ચકાર્ટિના આધ્યાત્મિક અનુભવે! પૂરા પાડીશ અને મારે વિશેની સાચી હકીકત જાણવામાં મદદ કરીશ. તમને મારી અંદર રહેલી ઉત્તમ આધ્યાત્મિક શક્તિ કે સિદ્ધિઓનુ દિગ્દર્શન કરાવીશ. એ ખ્ખી