________________
૮૨
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
કરું છું ને મૌન રાખુ છુ. એથી એમનાં પાપ ધાવાઈ જાય છે અને એમને આધ્યાત્મિક પરિપૂર્ણતા મેળવવામાં મદદ મળે છે. એ બધા જ પૂર્વજન્મામાં મારી સાથે રહેતા હતા. તેથી તેમને મદદ કરવા હું બધાયેલેા છું. ચુમ્માલીસ સભ્યોવાળું એક ખીજુ` બહારનું મંડળ પણ ઊભું થશે. એ મડળનાં સ્ત્રીપુરુષો જરા ઊતરતી કક્ષાનાં હશે. એમનું કામ ખાર મુખ્ય શિષ્યાને એમણે પૂર્ણતા પ્રાપ્ત કર્યા પછી મદદ કરવાનું રહેશે.’
પયંગબર પદને માટેના બીજા દાવાદારા પણ છે ખરા કે? ’ એ ક્ષુદ્ર માનવાની અવજ્ઞા કરતાં મહેરે હસવા માંડયું. હા. કૃષ્ણમૂર્તિ છે.—મિસીસ બેસન્ટના રક્ષિત. થિયેાસેાફ્રીસ્ટા પેાતાની જાતને છેતરી રહ્યા છે. એમના મુખ્ય સૂત્રધારો હિમાલયના તિબેટ પ્રદેશમાં કન્યાંક વસે છે એમ કહેવામાં આવે છે. એમનાં કહેવાતાં આશ્રયસ્થાનામાં તમને ધૂળ તથા પથ્થર વિના ખીજું કાંઈ જ નહિ મળે. વળી કાઈ પણ સાચા ધર્મગુરુને પેાતાના ઉપયેાગ માટે કાઈ બીજાના શરીરને તૈયાર કરવાની કે તાલીમ આપવાની જરૂર નથી પડતી. એ દેખીતી રીતે જ હાસ્યાસ્પદ છે.’
<
એ છેલ્લા વાર્તાલાપને પરિણામે કેટલાંક બીજા વિચિત્ર નિવેદના પણ બહાર આવ્યાં. અક્ષરા પર ફરનારી એમની પાતળી આંગળીએ કેટલાય ઉતાવળિયા મિશ્રિત વિચારા વ્યક્ત કરવા લાગી...‘અમેરિકાનું ભવિષ્ય મેટું છે. એ આધ્યાત્મિક વલણવાળા દેશ બની જશે...મારામાં શ્રદ્ધા રાખનાર પ્રત્યેકને હું જાણતા હાઉં છું, અને એને સદાને માટે મદદ કરું છું...મારાં કર્મોને જાણવાનો કાંશિશ ના કરતા. તેમને તાગ તમને કદાપિ નહિ મળે...કાઈ સ્થળમાં મારે ગમે તેટલા થાડા વખતને માટે પણ જવાનું તે રહેવાનું થાય છે તેા તેનું વાતાવરણ આધ્યાત્મિક રીતે ઘણું ઊંચું બની જાય છે...મારી દ્વારા દુનિયાને જે આધ્યાત્મિક વેગ મળશે તેનાથી દુનિયાના આર્થિક, રાજકીય, જાતીય, સામાજિક બધા જ