________________
મારી પયગંબર સાથેની મુલાકાત
મુસ્લિમ સ્ત્રી ફકીરે ચુંબન કર્યું ત્યારે ખરેખર શું થયું ? તમને તે યાદ છે ?”
હા. ત્યાં લગી હું બીજા છોકરાઓની જેમ સંસારી હતે. હઝરત બાબાજાને મારે માટેનું બારણું ઉઘાડી નાખ્યું. એનું ચુંબન મારે માટે મોટો ફેરફાર કરનારું થઈ પડયું. મને એવું લાગ્યું કે જાણે બ્રહ્માંડ અવકાશમાં ડૂબી રહ્યું છે. હું તદ્દન એકલો પડી ગયો. હા, હું ઈશ્વર સાથે એકલે પડ્યો. મહિનાઓ સુધી મારાથી સૂઈ ના શકાયું. તે છતાં પણ કમજોર બનવાને બદલે પહેલાં જે જ શક્તિશાળી બની રહ્યો. મારા પિતાજી એ બધું ના સમજી શક્યા. એમને લાગ્યું કે હું ગાંડ બની ગયો છું. એમણે ડોકટરને બોલાવવા માંડ્યા. એમણે મને દવા તથા ઈજેકશન આપ્યાં પરંતુ કશી અસર ન થઈ. મને ઈશ્વર સાથેની એક્તાને અનુભવ થઈ રહ્યો હતે. એમાં ઉપચાર કરવા જેવું કશું હતું જ નહિ. હું ફક્ત મારા રોજિંદા બહારના જીવનને ખોઈ બેઠેલો અને ફરીથી ભાનમાં આવતાં ઘણો લાંબે વખત લાગે. તમે સમજી શકે છે તો ખરા ને ?”
“જરૂર. હવે તમે તમારી પૂર્વ સ્થિતિમાં આવી ગયા છે તે જનતાને તમારે વિશે ક્યારે જણાવશે ?”
નજીકના ભવિષ્યમાં જ હું બહાર આવીશ, પણ એની કોઈ નકકી તારીખ નહિ આપી શકું.”
પછી ? ”
“આ પૃથ્વી પરનું મારું કામ તેત્રીસ વરસ સુધી ચાલશે; તે પછી મારું કરૂણ રીતે મૃત્યુ થશે. મારા જ પારસી ભાઈઓ મારા ભયંકર અંત માટે જવાબદાર હશે. પરંતુ બીજા મારું કામ ચાલુ રાખશે.”
મારા માન્યા મુજબ તમારા શિષ્યો જ ને ?'
“મારા પસંદ કરેલા બાર શિષ્યોનું મંડળ કે જેમાંથી એક નિર્ધારિત વખતે ગુરુ બનશે. એમને માટે જ હું અવારનવાર ઉપવાસ