________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
મને મળેલી માહિતી પરથી જાણી શકાયું કે એ સાધુ પરિભ્રમણને માટે શારીરિક રીતે એકદમ અયોગ્ય હતા. મદ્રાસમાં એમણે થોડાક અનુયાયીઓ ઊભા કર્યા ખરા, પરંતુ એ પછી રસ્તામાં જ માંદા પડ્યા અને મરવા માટે જ આશ્રમમાં પાછા ફર્યા.
પારસી સંત પુરુષની કારકિર્દીનું આ ઝડપી રેખાચિત્ર છે.
મહેરબાબાની સાથે મારે કેટલીક ઉપરછલી સામાન્ય વાત થઈ ખરી, પરંતુ મારે તે સંસારને માટેના એમણે પોતે જ નક્કી કરેલા જીવનકાર્ય વિશે કશુંક વધારે ચોક્કસ જાણવું હતું. એટલા માટે મેં એમની સાથેની મારી છેલ્લી મુલાકાતની મંજૂરી મેળવી.
આજે એમના શરીર પર સુંવાળા વાદળી ખેસ હતો અને વાર્તાલાપ માટે તૈયાર હોય એવી રીતે એમના ઘૂંટણ પર અક્ષરનું પાટિયું મૂકેલું હતું. હાજર રહેલા શિષ્યોએ સન્માનનીય પ્રેક્ષકા બનીને જરૂરી ભૂમિકા તૈયાર કરી હતી. બધા પરસ્પર મિત કરતા હતા. એ વખતે મેં શાંતિનો ભંગ કરતો પ્રશ્ન એકાએક જ પૂછી કાઢલ્યો :
તમે પયગંબર છે એવું તમે કેવી રીતે જાણે છે ?'
શિવે મારું સાહસ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. ગુરુ પિતાનાં ભારે ભવાં પર હાથ ફેરવવા લાગ્યા; પરંતુ લેશ પણ અચકાયા કે ગભરાયા વગર મારી તરફ સ્મિત કરીને તરત જ ઉત્તર આપ્યો :
હું જાણું છું, સારી રીતે જાણું છું. તમે જેમ જાણે છે કે તમે માનવ છે તેવી રીતે મને ખબર છે કે હું પયગંબર છું. મારું સમગ્ર જીવન એનું જ છે. મારી ધન્યતા નથી મટતી. તમે કોઈ બીજા માણસ છે એવું ભૂલથી પણ નહિ સમજે. એવી રીતે હું જે છું તે વિશે ભૂલમાં નથી પડતો. મારે દૈવી કામ કરવાનું છે અને એ હું કરીશ જ.