________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
આપવામાં મદદ કરી અને ત્રણ બાળકોને શોધી પણ કાઢયાં. એમનાં માબાપ તદ્દન ગરીબ હોવાથી એમના વિયોગરૂપી કિંમત ચૂકાવીને પણ પિતાનો બોજ હળવો કરવા માગતાં હતાં. એ જ સંજોગોમાં ઈન્ડિયા ઑફિસની પ્રવૃત્તિ શરૂ થઈ, બધી હકીકત શોધી કાઢી, એના મુખ્ય અધિકારી એથી હાલી ઊઠ્યા, અને આખીયે યોજના પર પ્રતિબંધ મૂક્યો. બાળકની સફર અટકી પડી. પારસી પયગંબરના પ્રતિનિધિ અંગ્રેજ તથા અંગ્રેજની પત્ની અને એમની સાળી સાથે ભારતમાં પાછો ફર્યો. એમના આગમન પછી પાંચ કે છ મહિના બાદ મહેરબાબાએ એમના મુખ્ય શિષ્યને ખચે એમને ઈંગ્લેન્ડ પાછાં મેકલ્યાં.
મહેરબાબાએ મને જણાવ્યું કે એ સ્કૂલની સ્થાપના પાછળને એમને ઉદ્દેશ દ્વિવિધ હતો. સૌથી પહેલાં તો એ વિદ્યાર્થીઓમાંથી ધર્મ તથા જાતિના ભેદભાવ દૂર કરવા માગતા હતા. અને બીજે ઉદેશ એ હતો કે એમનામાંથી ખાસ પસંદગીના થોડાક વિદ્યાર્થીઓને પોતાના આધ્યાત્મિક જીવનકાર્યના ભાવિ સંદેશવાહક તરીકે તાલીમ આપવાની એ ઈચ્છા રાખતા'તા. કાળક્રમે એ વધારે ને વધારે પરિપકવ બનતાં અને પોતાના જીવનકાર્યની જાહેરાતને સમય પાસે આવતાં, એમને ધર્મપ્રચારક તરીકે તથા સમસ્ત માનવજાતિને આધ્યાત્મિક રંગે રંગી દેવાના પિતાને નક્કી કરાયેલા કાર્યમાં મદદકર્તા તરીકે એમને પાંચ ખંડમાં મોકલવાની એમની ઈચ્છા હતી.
સ્કૂલની સાથે બીજી પ્રવૃત્તિ પણ ખીલવા માંડી. એક નાનું સરખું દવાખાનું શરૂ કરવામાં આવ્યું અને અંધ, રોગી તથા અપંગને એકઠા કરવા માટે ખાસ શિષ્યોને મોકલવામાં આવ્યા. એમને મફત ખોરાક, રહેઠાણ તથા મફત સારવારને લાભ આપવામાં આવતો અને એ ઉપરાંત, મહેરબાબા એમને આત્મિક શાંતિ પણ પૂરી પાડતા. એક ઉત્સાહી ભકતે તો એવું પણ કહ્યું કે પાંચ કુષ્ઠરોગી તો એમના સ્પર્શથી જ સારા થઈ ગયા. અફસોસની વાત છે કે મને એ સાંભળીને થોડીક શંકા થઈ; કારણકે એમનાં નામઠામ