________________
મારી પયગંબર સાથેની મુલાકાત
-
૭૭:
કથાઓથી પણ પરિચિત કરવામાં આવ્યા. ધીરેધીરે ધાર્મિક શિક્ષણ આખાયે અભ્યાસક્રમનું અગત્યનું અંગ બની ગયું, અને મહેરબાબાએ મેટા છેકરાઓને પાણીની પેઠે ચંચળ સ્વભાવના ભક્તિમય રહસ્યવાદ તરફ દોરવા માંડ્યા. એમને એક પવિત્ર વ્યક્તિ માનવાનું અને એથી આગળ વધીને એમને પૂજવાનું પણ એ સૌને શીખવવામાં આવ્યું. આગળ જતાં કેટલાક છોકરાઓમાં ધાર્મિક ઉન્માદની નિશાનીઓ પણ દેખાવા લાગી. થોડાક દિવસને અંતરે એમની અંદર વિચિત્ર બનાવ બનવા માંડ્યા.
એ અસામાન્ય સ્કૂલની એક નંધપાત્ર વિશેષતા એ હતી. એના વિદ્યાર્થીઓ જુદી જુદી જાતિ, જુદાંજુદાં કુળ અને સંપ્રદાયના હતા. હિંદુ, મુસલમાન, ભારતીય, ખ્રિસ્તી અને પારસી પરસ્પર છૂટથી હળતામળતા, પરંતુ મહેરબાબાની દીચ્છા વધારે ભરતી કરવાની હતી. પોતાના મુખ્ય શિષ્યને એમણે કેટલાક ગોરા વિદ્યાર્થીઓને શોધી લાવવા માટે ઇંગ્લેન્ડ મોકલ્યા. બાબાના એ દૂતને પોતાના કામમાં ઘણી મુશ્કેલી પડી, કારણ કે ગોરાં માબાપ પિતાનાં બાળકોને દૂર એશિયામાં અજાણ્યા એક પુરુષ પાસે ભણવા મેકલવા તૈયાર ન થયાં. વળી બધા ધર્મોનું સંમિશ્રિત શિક્ષણ આપનારી સ્કૂલનો વિચાર પણ એમને બહુ ના ગમે. ઇંગ્લેન્ડની ઘણી સ્કૂલોમાં જુદા જુદા સંપ્રદાયના વિદ્યાર્થીઓ સહજ રીતે જ ભેગા થાય છે અને તે પણ સાંપ્રદાયિક ભાવોથી ભરેલા ભારતમાં એને માટે જે ઊહાપોહ મચાવવામાં આવે છે તેવા કેઈ પણ જાતના ઊહાપોહ વગર.
ભારતમાંના બાબાના દૂતને એક દિવસ એક એવા અંગ્રેજનો મેળાપ થયે જેમણે એકાદ બે વાર્તાલાપ પછી તરત જ મહેરબાબાનો પયગંબર તરીકે સ્વીકાર કર્યો. એ માણસ ઘણુ ઉત્સાહી પ્રકૃતિના હતા તથા લંડનમાં ફેલાયેલા વિવિધ મતમતાંતરોનો પરિચય પણ પ્રાપ્ત કરી ચૂકેલા, તેથી એમની સમજ પ્રમાણે મહેરબાબાના વધારે ઊંચા સંદેશ માટે એ તૈયાર થયા. એમણે ગરા વિદ્યાર્થીઓ મેળવી