________________
७६
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
ત્યાગ કર્યો. ત્રણ મહિના પછી બળવાખોર સૈનિકે એ ઈરાનની રાજધાની તહેરાન કબજે કર્યું અને રાજાને પદભ્રષ્ટ કર્યો. ગાદી પરુ બીજા નવા શાહને બેસાડ્યા.
મહેરબાબા એ વખતે એમના અનુયાયીઓને ઉદ્દેશીને કહેવા માંડ્યાઃ
ઈરાનની મારી મુલાકાત દરમિયાન મેં કરેલા યુગકાર્યનું પરિણામ હવે તમે જોઈ શક્યા !”
એમના શિષ્યોએ મને જણાવ્યું કે નવા રાજાના હાથ નીચે ઈરાન વધારે સુખી દેશ બની ગયો છે, અને મુસલમાનો, જરથુસ્તધર્મીઓ, યહૂદીઓ અને ખ્રિસ્તીઓ બધા સંપથી સાથે રહે છે. જૂના રાય દરમિયાન તો એમની અંદર કાયમના કજિયા ચાલ્યા કરતા. અને ભયંકર અત્યાચાર પણ થતા રહેતા.
એમની એ રહસ્યમયી મુસાફરી પછી થોડાં વરસોમાં મહેરબાબાએ એક અવનવી શિક્ષણ સંસ્થા શરૂ કરી. એમની સૂચનાનુસાર એક શિષ્ય આરણગામની બાજુમાં સંસ્થાનની અત્યારની જગ્યા ખરીદ કરી. થોડાક સાધારણ બંગલા તથા ઘાસનાં છાપરાં તેમ જ લાકડાના થાંભલાવાળાં ઝૂંપડાં બનાવવામાં આવ્યાં. પછીથી એક બેડિંગ-સ્કૂલ ખૂલ્લી મૂકવામાં આવી. એના શિક્ષકોની ભરતી મહેરબાબાના શિક્ષિત શિષ્યોમાંથી અને વિદ્યાર્થીઓની ભરતી ભક્તોનાં કુટુંબો તથા મિત્રોમાંથી કરવામાં આવેલી. શિક્ષણ માટે કંઈ ફી ન હતી અને રહેવાનું ને જમવાનું પણ મફત હતું. બીજા સામાન્ય વિષયો ઉપરાંત એ સ્કૂલમાં ધર્મનું ખાસ બિનસાંપ્રદાયિક શિક્ષણ મહેરબાબા પોતે જ પૂરું પાડતા.
એવી આકર્ષક શરતોને લીધે સો જેટલા છોકરાઓને ભેગા કરવાનું કામ સહેલું થયું. બારેક તો દૂર ઈરાનમાંથી આવી પહોંચ્યા. એ છોકરાઓને બધા જ ધર્મોમાં ઓછેવત્તે અંશે માન્ય સદાચારના સિદ્ધાંત શીખવવામાં આવ્યા તથા મહાન પયગંબરની જીવન