________________
મારી પયગંબર સાથેની મુલાકાત
-
૭૫
એકીસાથે થોડાક દિવસો પસાર કરતા, પરંતુ એક વાર એણે ચાર મહિના પસાર કર્યા. મહેરે કહ્યું કે એ વખત દરમિયાન એને પૂર્ણ બનાવવામાં આવ્યું અને એના જીવનકાર્ય માટે તૈયાર કરવામાં આવ્યો. એક દિવસ સાંજે પિતાના ત્રસ જૂના સહાધ્યાયી અથવા વિદ્યાર્થી મિત્રોને ભેગા કરી, એમને અગત્યના મેળાપની ગૂઢ સૂચના આપી, સાકારીના નાના મંદિરમાં લઈ આવ્યો. બારણું બંધ કરવામાં આવ્યાં. અને એ પછી ગંભીર દેખાતા ઉપાસની મહારાજે ઊભા થઈને સૌને ઉપદેશ આપ્યો. એમણે એમને ધર્મને ઉપદેશ આપ્યો, સગુણી બનવાની ભલામણ કરી, કહ્યું કે મહેરને એમણે પિતાના જ્ઞાન અને ગબળને આધ્યાત્મિક વારસદાર બનાવ્યો છે. અને છેલ્લે છેલ્લે ચકિત થયેલા યુવાને જાહેર કર્યું કે મહેરને આત્મિક પૂર્ણતાની પ્રાપ્તિ થઈ છે. પોતાના પારસી મિત્રના અનુયાયી બનવાની એમણે સૌને શિખામણ આપી અને કહ્યું કે એ શિખામણ પ્રમાણે ચાલવાથી આ લેકમાં તેમ જ પરલોકમાં ઉત્તમ પ્રકારને આધ્યાત્મિક લાભ મળી રહેશે.
તાઓમાંના કેટલાકે એ શિખામણને અમલ કર્યો અને બીજા કેટલાક શંકાશીલ રહ્યા. એકાદ વરસ બાદ, સત્તાવીસમે વરસે, યુવાન મહેરે પિતાને થોડાક મુલાકાતીઓની આગળ જાહેર કર્યું કે પોતાના જીવનમાં કરવાના અલૌકિક કાર્યની પિતાને ખબર પડી છે, અને ઈશ્વર એને મનુષ્યજાતિને માટે ભારે ઉપકારક મહાન કામ સુપ્રત કર્યું છે. પોતાને એ જીવનકાર્યની સુસ્પષ્ટ રૂપરેખા એણે ન આપી, પરંતુ થોડાંક વરસોમાં બધો ભેદ બહાર પાડ્યો. એને માટે પયગંબર બનવાનું નક્કી થયું હતું !
ઈ. સ. ૧૯૨૪માં મહેરે પહેલી વાર ભારતની બહાર પગ મૂક્યો. છ શિષ્યો સાથે એમણે ઈરાનના પ્રવાસને પ્રારંભ કરતાં કહ્યું કે પોતાના પૂર્વજોના દેશને પોતે પ્રવાસ કરવા માગે છે. વહાણ
જ્યારે બુશરે બંદરે આવી પહોંચ્યું ત્યારે એકાએક વિચાર બદલીને ઘર તરફ જતાં બીજાં વહાણમાં બેસી જઈને એમણે એ સ્થળને