________________
મારી પયગંબર સાથેની મુલાકાત
સાચું છે. યુદ્ધ ખરેખર ભીષણ થશે. વૈજ્ઞાનિક શક્તિને લીધે છેલ્લા યુદ્ધ કરતાં પણ એ ભારે ખતરનાક થઈ પડશે. એ બહુ જ થોડો વખત અથવા થોડા મહિના જ ચાલશે. એની ભારે અમંગલ ઘડીએ હું જાહેર થઈને સંસારને મારે જીવનસંદેશ સંભળાવીશ. મારી આત્મિક શક્તિ તથા ભૌતિક મદદથી યુદ્ધને જલદી અને વિચિત્ર અંત આણીને દુનિયાના દેશમાં હું શાંતિ સ્થાપીશ. એની સાથે સાથે આ પૃથ્વી પર કેટલાક સ્વાભાવિક ફેરફાર પણ થઈ રહેશે. દુનિયાના વિભિન્ન ભાગોમાં જાનમાલની હાનિ થશે. દુનિયાની પરિસ્થિતિ જ એવી હશે કે મારે પયગંબરને પાઠ ભજવવો પડશે. મારું આધ્યાત્મિક કાર્ય જરૂર પૂરું થશે તેની ખાતરી રાખજે.”
એમને છેલ્લે શબ્દ પૂરો થયો એટલે એમના ટૂંકા કદના, ઘઉં વર્ણના વદનવાળા, કાળી ગોળ મરાઠી ટોપીવાળા, સેક્રેટરી મારા તરફ પ્રભાવશાળી નજરે જોવા લાગ્યા. એમના વદન પરના ભાવ જાણે કે કહી રહ્યા હતા કે “જોયું ? તમને કેવું લાગ્યું ? અમને કેવી અગત્યની વસ્તુઓ જાણવા મળે છે તે જાણ્યું ?”
એમના ગુરુની આંગળી પાટિયા પર ફરી પાછી ફરવા માંડી. અને એને ન ભાવાર્થ કહેવા માટે એ તૈયાર થયા.
વિશ્વયુદ્ધ પૂરું થયા પછી સુખશાંતિને એક ન લાંબે કાળ શરૂ થશે. નિઃશસ્ત્રીકરણ પછીથી કેવળ વાતને વિષય નહિ રહે, પરંતુ વાસ્તવિકતા બનશે. જાતિ તથા સંપ્રદાયના ઝઘડાઓને અંત આવશે. ધાર્મિક સંસ્થાઓ વચ્ચેના મતમતાંતરનાં ઘર્ષણ મટી જશે. હું દુનિયામાં બધે જ પ્રવાસ કરીશ અને લેકે મને જોવા માટે બેચેન બનશે. પ્રત્યેક પ્રદેશ, શહેર ને ગામમાં મારો આધ્યાત્મિક સંદેશ ફરી વળશે. વિશ્વબંધુત્વ, શાંતિ, ગરીબ તથા પછાત પ્રત્યે સહાનુભૂતિ અને ઈશ્વરને માટે પ્રેમ એ સૌને હું પ્રચાર કરીશ.”
તમારા પોતાના દેશ ભારતના સંબંધમાં શું?”
ભારતની હાનિકારક જ્ઞાતિસંસ્થાને જ્યાં સુધી જડમૂળથી નાશ નહિ કરું ત્યાં સુધી હું જંપીશ નહિ. જ્ઞાતિની સ્થાપનાને લીધે