________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
ટેલિફોન, તાર, રેડિયો અને વર્તમાનપત્રીએ આખી દુનિયાને ગૂંથીને એક કરી છે તે તમે નથી જાણતા ? એક દેશમાં બનતા બનાવને દસ હજાર માઈલ દૂરના દેશના લેકે એક જ દિવસમાં જાણી લે છે તેથી મહત્વને સંદેશ આપવાની ઈચ્છાવાળા માનવીને સંદેશ સમસ્ત માનવજાતિ સાંભળી શકે તેમ છે. એની પાછળ ચોક્કસ કારણ પણ છે. એવે વખત જલદી આવી રહ્યો છે કે જ્યારે મનુષ્યજાતિ એક સર્વસામાન્ય આધ્યાત્મિક મતને સ્વીકાર કરશે. બધા જ દેશના લેક એને લાભ ઊઠાવશે. બીજી રીતે કહું તો મારે માટે વિશ્વવ્યાપી સંદેશ આપવાની ભૂમિકા તૈયાર થઈ રહી છે.'
એ આકસ્મિક જાહેરાતથી પુરવાર થયું કે મહેરબાબાને પિતાના ભવિષ્યમાં પૂરો અથવા અસીમ વિશ્વાસ છે. એમના વર્તન પરથી એની પ્રતીતિ થતી હતી. એમની પોતાની ગણતરી પ્રમાણે એમની શક્તિ એક દિવસ અતિશય કીમતી સાબિત થવાની હતી !
“પરંતુ જગતને તમારા જીવનકાર્યની જાણ ક્યારે કરશે ?”
મેં પૂછયું.
જ્યારે બધે અંધાધૂંધી અને અશાંતિ ફેલાશે ત્યારે જ મારું મૌન ખોલીને હું મારે સંદેશ વહેતો કરીશ. ત્યારે જ મારી ખરેખરી જરૂર પડશે જ્યારે ધરતી પર ધરતીકંપ થશે, પૂર આવશે, જવાલામુખી ફાટશે અને એવા બીજા ભયંકર ઉલ્કાપાત થશે. જયારે પૂર્વ કે પશ્ચિમમાં યુદ્ધની જ્વાળા સળગી ઊઠશે ત્યારે. આખી દુનિયાને માથે દુઃખ પડે તે જ આખી દુનિયાને ઉદ્ધાર થઈ શકે.”
એ યુદ્ધની તારીખની તમને ખબર છે?” “હા. એ કાંઈ બહુ દૂર નથી. પરંતુ હું તારીખ બતાવવા નથી માગતો.”
એવી ભવિષ્યવાણી તો ભયંકર કહેવાય.” મેં ઉગાર કાવ્યો.
મહેરબાબા ક્ષમા માગતા હોય તેમ એમની પાતળી, અક્ષરેનું આલેખન કરનારી આંગળીઓ ફેલાવવા માંડ્યા.