________________
મારી પયગંબર સાથેની મુલાકાત
લોકેનું જીવન સુધારવા અને એમને ઈશ્વરને માર્ગે વાળવા માટે પયગંબર કેટલાક કે નિયમે નક્કી કરે છે, ધારાધોરણ બનાવે છે. વખત જતાં એ નિયમ વ્યવસ્થિત ધર્મ કે મતનું રૂપ ધારણ કરે છે. પરંતુ એના સંસ્થાપકના જીવન દરમિયાન રહેનારી આદર્શની ભાવના અને હેતુની નિર્મળતા એના મૃત્યુ પછી જતી રહે છે. એટલા માટે સંસ્થાઓ અને સંપ્રદાયે આત્મિક સત્યને સાક્ષાત્કાર નથી કરાવી શકતાં અને સાચા ધર્મનું આચરણ હમેશાં વ્યક્તિગત વસ્તુ છે. ધાર્મિક સંસ્થાઓ ભૂતકાળને સજીવન કરનારી પુરાતત્ત્વ વિદ્યાની શાખાઓ જેવી જ બની ગઈ છે. તેથી કાઈ નવા ધર્મ મત કે સંપ્રાદયની સ્થાપનાને પ્રયાસ હું નહિ કરું. હું તે બધા લેકાના ધાર્મિક વિચારને નવું સ્વરૂપ આપીશ અને એમનામાં ઊંચી જીવનદષ્ટિને જાગ્રત કરીશ. ધર્મસંસ્થાપકના મરણ પછી કેટલેય વખતે શોધાયેલા સિદ્ધાંતો આપણને નવાઈ લાગે એટલા બધા પ્રમાણમાં વારંવાર વિરોધાભાસી લાગતા હોય છે. પરંતુ બધા ધર્મોનાં મૂળ તો સમાન છે. કારણકે એ પરમાત્મા પાસેથી જ પ્રાપ્ત થાય છે. એટલા માટે હું જાહેરમાં આવીશ ત્યારે કેઈ ધર્મની ઉપેક્ષા નહિ કરું અને એની સાથે સાથે કોઈ ખાસ ધર્મને ઉપદેશ પણ નહિ આપું. માનવમનને ભેદભાવથી મુક્ત કરવાની અને સર્વ ધર્મોના મૂળમાં રહેલા જરૂરી સિદ્ધાંતોની એકતાને અનુભવ કરાવવાની મારી ઈચ્છા છે. પ્રત્યેક પયગ બર જાહેર ક્ષેત્રમાં બહાર આવતાં પહેલાં સમય, સંજોગે, અને મનુષ્યની મનોવૃત્તિ વિશે વિચાર કરે છે. અને એથી જ પોતાના જમાનાને માટે જરૂરી હોય એ ઉપદેશ આપતા હોય છે.
મારા મગજમાં એ વિચારે બરાબર જામી જાય એટલા માટે મહેરબાબાએ થોડી વાર શાંતિ રાખી, અને પછીથી એમના શબ્દો જુદી જ દિશામાં વહેવા માંડ્યા.
વર્તમાન કાળમાં દુનિયાના બધા દેશે એક બીજાની કેટલી બધી નજીક આવી પહોંચ્યા છે તે તમે નથી જોતા ? રેલવે, સ્ટીમર,