________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
મહત્વના મૂળભૂત સિદ્ધાંતની એકતા છે. એ બધા પયગંબરોને ઈશ્વરે જ મોકલેલા. એમના ઉપદેશોમાં એમને મુખ્ય સંદેશ સોનેરી દોરાની જેમ વહ્યા કરે છે. એ દૈવી મહાપુરુષો ત્યારે જ બહાર આવ્યા ત્યારે એમની મદદ અત્યંત આવશ્યક હતી, જ્યારે આધ્યાત્મિકતાને એકદમ ઓટ આવેલો, અને જડવાદની બધે જ બોલબાલા હતી. વર્તમાન કાળમાં પણ એ જ વખત આવી રહ્યો છે. આખી દુનિયા અત્યારે ઇન્દ્રિયેની વાસનાઓમાં, જાતીય ભેદભાવોમાં, અને ધનની પૂજામાં પડેલી છે. ઈશ્વરને ભૂલી ગઈ છે. સાચે ધર્મ ભુલાઈ ગયો છે. માનવ જીવન માગે છે અને ધર્મગુરુઓ એને પથ્થર આપે છે. એટલા માટે સાચી ભક્તિની સ્થાપના કરવા અને મનુષ્યને જડવાદની ઘેલછામાંથી જગાડવા ઈશ્વરે પિતાના સાચા પયગંબરને એક વાર ફરીથી મનુષ્યની વચ્ચે મેકલવાની જરૂર છે. હું તે એ પહેલાંના પયગંબરેનું અનુકરણ જ કરી રહ્યો છું. એ મારું જીવનકાર્ય છે. ઈશ્વરે એ માટે મને આદેશ આપ્યો છે.”
મહેરબાબાના મંત્રી એ આશ્ચર્યકારક વિધાનનું પ્રતિપાદન કરતા જતા ને હું શાંતિપૂર્વક સાંભળતો. મારા મનને મેં ખુલ્લું, ટીકારહિત અને કોઈપણ પ્રકારના માનસિક પ્રતીકાર વગરનું રાખેલું એને અર્થ એ નથી સમજવાને કે એ વિધાનને હું સ્વીકારી લેતો હતો. પૂર્વીય સંતપુરુષની વાતોને શાંતિથી સાંભળતાં શીખવું જોઈએ એની મને ખબર હતી. શાંતિથી સાંભળવાની એવી વૃત્તિ નહિ હોય તો પશ્ચિમના માણસને ઘણી મહેનતને અંતે પણ, જ્યાંથી કાંઈક મેળવવા જેવું હશે ત્યાંથી પણ ભાગ્યે જ કશું મળી શકશે. સત્ય ઝીણામાં ઝીણી તપાસની સામે પણ સલામત રહી શકે છે, પરંતુ પૂર્વના લેકેની માનસિક દશાને અનુકૂળ થાય એટલા માટે પશ્ચિમની પદ્ધતિઓમાં ફેરફાર કરવો જોઈએ.
મહેરબાબાએ સહાનુભૂતિ ભરેલું સ્મિત કરીને કહેવા માંડયું?