________________
મારી પયગંબર સાથેની મુલાકાત
સુધી એમણે એમ કહીને મુલતવી રાખી કે “તમારી તાકીદની જરૂરત ખોરાક અને આરામ છે.'
એ પછી હું એક પથ્થરના મકાનમાં ગયો. એને અંદર ભાગ ઉઘાડો અને અંધારિયો હતો. એમાં ગાદલા વગરને ખાલી ખાટલે હતો. તૂટયું ફૂટયું ટેબલ હતું અને ૧૮૫૭ના બળવા વખતે સારી સેવા કરી શકી હોત તેવી ખુરશી હતી. એકાદ અઠવાડિયા સુધી મારે ત્યાં રહેવાનું હતું. કાચ વિનાની બારીમાંથી બહાર જોયું તો મને શું દેખાયું ? થોરથી વીંટળાયેલાં, જંગલમાં લાંબે લગી ફેલાયેલાં નાનકડાં ખેડ્યા વિનાનાં ખેતરે.
ચાર કલાક જેટલો સમય સુસ્તીમાં ચાલ્યો ગયો. એક વાર ફરીથી મારે મહેરબાબાની સામે ઇરાની કામળા પર બેસવાનું થયું. એમને મોટો દા એ છે કે સમસ્ત માનવજાતિને આધ્યાત્મિક પ્રકાશ અથવા પ્રત્યક્ષ દોરવણી આપવા માટે એ નિમિત્ત થયા છે, એ દા મારે હજી તપાસવાને હતે.
પિતાના અક્ષરોવાળા પાટિયા પર રચાયેલા પહેલા વાક્યમાં એમણે એ દા વહેતા મૂક્યો.
હું સમસ્ત સંસારને ઇતિહાસ બદલી નાખીશ.” મારી નેંધ કરી લેવાની રીત એમને ના ગમી.
મારી પાસેથી વિદાય થયા પછી તમારી નોંધ ના લખી શકે?” હું એમની સાથે સંમત થયે અને એમના શબ્દોને મારાં સ્મૃતિ–પૃષ્ઠો પર ટપકાવવા લાગ્યો.
ઈશુનું આગમન જેવી રીતે જડવાદી જમાનાને આધ્યાત્મિકતાથી અજવાળવા માટે થયેલું, તેવી રીતે વર્તમાન પ્રજાને આત્મિક વિકાસને વેગ આપવા માટે હું આવી પહોંચ્યો છું. એવાં દૈવી કાર્યોને સમય સદાયે નિશ્ચિત હોય છે, અને સમય પાતાં મારા સત્ય સ્વરૂપની જાણુ હું સંસારને કરી દઈશ. ઈશુ, બુદ્ધ, મહમદ અને જરથુસ્ત જેવા મહાન ધર્મગુરુઓની વચ્ચે ધર્મના