________________
/
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં .
વાળને મળતા વાળ જોઈને મને આશ્ચર્ય થયું. એમનું નાક વચ્ચેથી ઉપર ઊઠીને પછી ગરુડના નાકની જેમ નીચે મૂકેલું હતું. આંખ કાળી, મધ્યમ કદની અને સાફ હતી પરંતુ પ્રભાવશાળી ના લાગી. એમની મૂછ ભૂખરા રંગની તથા ભારે હતી. એમના પિતા ઈરાની હોવા છતાં એમની અત્યપ્રકાશિત ચામડી એ મૂળ ઈરાનના છે એવું કહેવાની ના પાડતી. વધારામાં દેખીતી રીતે જ એ હજુ ત્રીસની અંદરના યુવાન હતા. એમનું કપાળ એમની છેવટની વિશેષતા તરીકે મને આજે પણ યાદ છે. સામાન્ય રીતે જોવા મળતાં કપાળ કરતાં પણ એ નાનું અથવા ટૂંકું હતું. એને જોઈને મને નવાઈ લાગી. કપાળનો પ્રદેશ શું કાઈ ખાસ લક્ષણેનો સૂચક છે ? મસ્તકનો આકાર શું કઈ વિશેષતા અથવા વિચારશક્તિનું દર્શન કરાવે છે ? પરંતુ કદાચ પયગંબર એ બધી શારીરિક મર્યાદાઓથી પર હશે?
“તમને મળતાં મને આનંદ થાય છે” એવું એમણે કહ્યું તો ખરું, પરંતુ માનવવાણીની સામાન્ય પદ્ધતિમાં નહિ. એમના ખોળામાં રાખેલા અક્ષરોના પાટિયા પર આંગળી મૂકીને એ એક પછી એક અક્ષરે બતાવ્યે જતા. એવી રીતે મૂક રીતે શબ્દ કહેવાતા જતા અને એમના મંત્રી મારે માટે એમનું ઉતાવળે ઉચ્ચારણ કરતા.
ઈ. સ. ૧૯૨૫ના જુલાઈની દસમી તારીખથી એ સંત પુરુષ એક પણ અક્ષર નથી બોલ્યા. એમના નાના ભાઈએ કહ્યું કે એ અભિનવ પયગંબર જ્યારે મૌન પૂરું કરશે ત્યારે એમનો સંદેશ સંસારને ચકિત કરી દેશે. બાકી અત્યારે તે એ કઠોર મૌન પાળી રહ્યા છે.
પાટિયા પર આંગળી ફેરવીને મહેરબાબાએ પ્રેમપૂર્વક મારા કુશળ સમાચાર પૂછળ્યા, મારા જીવન વિશે પૂછપરછ કરી. અને ભારતવર્ષના મારા રસ-બદલ સંતોષ બતાવ્યો. એમનું અંગ્રેજીનું જ્ઞાન ઘણું સારું હોવાથી મારી ભાષાના અનુવાદ કરવાની આવશ્યકતા ના રહી. એમની લાંબી મુલાકાત માટે મેં કરેલી વિનંતિ ઠેઠ બપોર